વાઇસ એડમિરલ કરમબીર સિંહ સુનીલ લાંબાની જગ્યા લેશે કે જેઓ 31 માર્ચનાં રોજ સેવાનિવૃત્ત થઇ રહેલ છે. તેઓ ભારતીય નૌસેનાનાં આગામી પ્રમુખ હશે. વર્તમાનમાં વાઇસ એડમિરલ કરમબીર સિંહ વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌસૈન્ય કમાનનાં ફ્લૈગ ઓફિસર કમાંડિંગ ઇન ચીફ તરીકે કાર્યરત છે. રક્ષા મંત્રાલયનાં એક અધિકારીએ શનિવારનાં રોજ ભારતીય નૌસેનાનાં આ ઉચ્ચ અધિકારીની પસંદગીની જાણકારી આપી. ક. એડમિરલ સુનીલ લાંબાએ પોતાનાં 3 વર્ષનાં કાર્યકાળની શરૂઆત મેં 2016માં કરી હતી
વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસેનાનાં 24માં પ્રમુખ થશે. કરમબીર સિંહ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલાનાં પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલ છે. તેઓ જુલાઇ 1980માં ભારતીય નૌસેના સાથે જોડાયાં. NDAમાં આવતા પહેલાં તેઓએ મહારાષ્ટ્રનાં બાર્નેસ સ્કૂલ, દેવલાલીથી સ્નાતકની શિક્ષા હાંસલ કરી હતી.