ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ની સ્થાપનાથી સંબંધિત સર્ક્યુલર જારી કરી દીધો છે. રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાને રામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવવામાં આવ્યો છે. કમિશનર ટ્રસ્ટના બાકીના સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરશે.
કેન્દ્ર સરકાર મુજબ, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ નામથી ટ્રસ્ટે R-20, ગ્રેટર કૈલાશ પાર્ટ-1, નવી દિલ્હી, 110048માં કાર્યલયની નોંધણી કરાવી છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. રામ મંદિર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે.
મોદી કેબિનેટમાંથી આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ અને તેનાથી સંબંધિત વિષયો પર નિર્ણય માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.
PM મોદી દ્વારા રામ મંદિર ટ્રસ્ટના નામની જાહેરાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્રસ્ટમાં 15 સભ્ય હોવાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, તેમા શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે.