વોડાફોને કહ્યું છે કે ભારત સરકારનું બાકી રહેલુ મોબાઇલ સ્પેક્ટ્રમ શુલ્કમાં રાહત નહી આપે તો તેનો ભારતીય બિઝનેસ વોડાફોન આઇડિયા (જેમાં તેની 45% ભાગીદારી છે) બંધ થઇ શકે છે. વોડાફોનના સીઇઓ નિક રીડે કહ્યું, “એમ કહી શકીએ છીએ કે સ્થિતિ ઘણી ખરાબ છે.” સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઇડિયાએ 28,309 કરોડ રૂપિયા સરકારને ચુકવવાના છે.
શું છે પુરી ઘટના?
સરકારે વોડાફોન-આઇડિયા સહિત અન્ય ટેલિકૉમ કંપનીઓએ સરકારને 92,00 કરોડ રૂપિયાની ચુકવણી કરવા કહ્યું છે. સરકારના આ નિર્ણય વિરૂદ્ધ ટેલિકૉમ કંપનીઓ સુપ્રીમ કોર્ટ પહોચી ગઇ છે પરંતુ અહી તેમણે ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દૂરસંચાર કંપનીઓને નિર્ધારીત સમય સીમાની અંદર પૈસાની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. લાઇસન્સ શુલ્કના રૂપમાં આપવા માટે ભારતી એરટેલ પર 21,682.13 કરોડ રૂપિયા જ્યારે વોડાફોન આઇડિયા પર 19,822.71 કરોડ રૂપિયા બાકી છે.