લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતીમ તબક્કા માટે રવિવારે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે, આ અંતિમ તબક્કામાં હવે બાકી રહી ગયેલી ૫૯ બેઠકો પર મતદાન યોજાશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે.
આ બેઠકોમાં પંજાબમાં બધી જ ૧૩, ઉત્તર પ્રદેશની પણ બાકી રહી ગયેલી બેઠકો, નવ પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ, બિહારની આઠ, મધ્ય પ્રદેશની ચાર, અને ચંડીગઢની એક બેઠક પર મતદાન યોજાશે. રાજ્યો પર નજર કરીએ તો પંજાબમાં આ ચૂંટણીમાં અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ સુનિલ જાખર, આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટના ચીફ ભગવંત માન, બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ પણ ગુર્દાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે સૌથ વધુ ચર્ચામાં રહેલી વારાણસી બેઠક પર પણ રવિવારે જ મતદાન યોજાશે. અહીંની ચંડીગઢ બેઠક પરથી ભાજપના નેતા કીરણ ખેર, કોંગ્રેસના પવન બંસલ અને આપના હરમોહન ધવન વચ્ચે પણ ચૂંટણી જંગ જોવા મળશે. તેવી જ રીતે બિહારમાં લોકસભાની આઠ જ્યારે ઝારખંડમાં ત્રણ બેઠકો પર મતદાન યોજાવાનું છે.