કોરોના મહામારીકાળ દરમિયાન લોકો સામે રોજગાર એક મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. દેશમાં ફરી એક વખત કોરોનાએ પગ પેસારો કર્યો છે. આજે પણ લોકો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં સરકારની યોજનાઓનો લાભ લઇ સ્વરોજગાર શરૂ કરવાનો વિકલ્પ સારો સાબિત થઇ રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં હજારો લોકોએ નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે.સ્વરોજગારમાં સૌથી મોટો પડકાર મૂડીનો આવે છે. એવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ખૂબ જ કામ આવે છે. આવી જ એક યોજના છે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (Stand up India Scheme). વિશેષ રીતે મહિલાઓ, અનુસૂચિત જાતી (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી) સમુદાય માટે આ યોજના 5 એપ્રિલ 2016ના રોજ શરૂ થઈ હતી. આ 5 વર્ષોમાં 1,14,322થી વધુ એકાઉન્ટમાં 25,586 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સ્ટેન્ડ-અપ ઇન્ડિયાા યોજના એસસી, એસટી અને મહિલા સાહસિકોને સાહસ સ્થાપવા, લોન મેળવવા અને વેપારમાં સફળતા માટે જરૂરી અન્ય સમર્થનની સુવિધા આપવાની માન્યતા પર આધારિત છે. આ યોજના વેપાર માટે અનૂરુળ વાતાવરણ બનાવવા માટે પ્રયાસ કરે છે. આ યોજના, બેંક શાખાઓ પાસેથી લોન લઇ સાહસ શરૂ કરવા ઇચ્છતા લોકોને લોન આપવાની સુવિધા પૂરી પાડે છે. અનુસૂચિત વાણિજ્ય બેંકની તમામ શાખાઓને કવર કરતી આ યોજનાનો લાભ ત્રણ રીતે પ્રાપ્ત કરી શકાય છે.
- સીધા બેંકથી
- સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પોર્ટલ (www.standupmitra.in) પરથી
- લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM)ના માધ્યમથી