નસવાડી ના ખડકીયા (બો) ગામે ઉનાળો શરૂ થાય તે પેહલા પાણી ની સમસ્યા સર્જાય છે મહીલા ઓ ને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે .મહીલા પાણી ની આપવીતી જણાવતા આંખ મા આશુ આવી ગયા .50 ઘર ની આદીવાસી વસ્તી ધરાવતા ગામ મા પાણી ની સમસ્યા થી આખું ગામ દુઃખી બનતા મહીલા ઓ હેન્ડપપ પર ઉભા રહી હાથ મા દેગડા લઈ તંત્ર ને જગાડવા ભારે સુત્રોચાર કર્યા
નસવાડી તાલુકા મા રાજ્ય સરકાર 14 મા નાણાં પચ ની ગ્રાન્ટ ભલે લાખ્ખો રૂપિયા ફળવતી હોય પરંતુ ગામડા ની મુખ્ય સમસ્યા નો અંત આવતો નથી નસવાડી ના ખડકીયા (બો ) ગામે 50 ઘર ની આદિવાસી વસ્તી આવેલ છે ચાર હેન્ડપંપ અને માન એક મોટર છે પરંતુ પીવા ના પાણી ની સમસ્યા થી લઈ મુંગા પશુ માટે ઘર કામ ન વપરાશ થી લઈ સ્વચ્છ રહેવા માટે સ્નાન કરવા માટે નું પાણી પણ આ ગામ મા પૂરતું મળતું નથી .
હેન્ડપંપ ના પાણી ના સ્તર નીચા જતા રહેતા મહીલા ઓ માન એક બે બેડાં પાણી ભરે એટલે પાણી ખૂટી જાય છે રાત ના હેન્ડપંપ મા પાણી ભેગું થાય તો કોઈ મહીલા રાત્રે પાણી ભરી લે છે .નજીક ના ખેતરો મા સિંચાઇ નું પાણી ચાલુ હોય તો ત્યાં થી પાણી ભરી લે આમ તેમ દેગડા લઈ પાણી માટે ભટકવું પડે છે .બાળકો ને શાળા એ મોકલતા પેહલા સ્નાન કરવા માટે પૂરતું પાણી નથી

પશુ માટે પાણી ના હવાતીયા છે ખડકીયા(બો) થી હરીપૂરા ગામ સામે બાજુ પાણી ભરવા મહીલા ઓને જવું પડે છે બાજુ મા અશ્વિન નદી છે તેમાં પણ પાણી નથી
વાંસમો યોજના અંતર્ગત પાણી ની લાઈન ટાકી આવી ને પડી રહેલા છે પરંતુ હજુ સુધી કામ થયું નથી હજુ ઉનાળો શરૂ થાય તે પેહલા જ નસવાડી ના ખડકીયા બો ગામે પાણી ની સમસ્યા ઉભી થઈ છે જેને લઈ હેન્ડપંપ જ્યાં પાણી મળે ત્યા મહીલા ઓ ના બેડાં યુધ્ધ શરૂ થયા છે .મહીલા ઓ ગામ ના પુરુષો પણ પાણી ની માંગ કરી રહ્યા છે .