25 માર્ચના સમગ્ર દેશમાં કેસ વધવાને કારણે શેરબજારમાં ક્રેશ થયું છે. લોકડાઉન પહેલાં બરાબર 24 માર્ચના પહેલાં શેર બજારો ધડામ કરતાં તૂટીને 25638 સ્તર સુધી પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં શેરબજારનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. સેન્સેક્સમાં પણ 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ પ્રદર્શનમાં એક શેર એવો પણ છે કે ને માર્ચના ન્યૂનત્તમ સ્તરથી 1400 ટકા વધુ ઉછળ્યો છે.દરેક રોકાણકાર ઇચ્છે છે કે તે એવા શેરોમાં રોકાણ કરે જેમાંથી સૌથી વધારે રિટજ્ઞન મળે. Intellect Design Arena આ પ્રકારનો જ એક શેર છે જેને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો આ શેરમાં 25 માર્ચ 2020ના રોજ લગભગ 7 લાખ રૂપિયા કોઈએ રોકાણ કર્યું હોય તો તે રૂપિયા વધીને એક કરોડ રૂપિયા થઈ ગયા છે. આટલા રિટર્ન છતાં પણ આ શેરમાં હજુ પણ તેજી ચાલું છે. Intellect Design Arena નો શેર ભાવ આજે 14.76 ટકા ઉછળીને 678 રૂપિયાએ બંધ થયો છે. 25 માર્ચના રોજ આ શેરનો ભાવ માત્ર 43 રૂપિયા હતો જે વધીને 678 રૂપિયા થઈ ગયો છે.આ છેલ્લા કારોબારી સત્રમાં આ શેરના ભાવમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. સાપ્તાહિક આધાર પર આ શેર 36 ટકા અને એક મહિનામાં 56 ટકા વધ્યો છે. 2022 સુધી કંપનીએ 30 ટકા ગ્રોથનો અંદાજ મૂક્યો છે. હાલમાં જ આ કંપનીએ Magic Aadhaar લોન્ચ કર્યું છે જે બહુ જ સફળ છે.31 ડિસેમ્બર સુધીમાં આ કંપનીની રેવન્યુંમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે.
