કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. આ વર્ષે 1 જૂનથી શરૂ થનાર ચોમાસું અર્થાત વરસાદ સામાન્યથી સારો રહેવાનું અનુમાન છે. હવામાનની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધરે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 907 મિમી. એવરેજ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વાનુમાન કરતાં વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થશે. પૂર્વાનુમાન મુજબ ભારતના દક્ષિણી પશ્ચિમી વિસ્તારમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિના દરમિયાન 103 ટકા વરસાદ થવાનો અંદાજ છે. સંપૂર્ણ ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિમી વરસાદ થાય છે. જેને લોન્ગ પીરિયડ એવરેજ કહેવાય છે.હવામાનની જાણકારી આપતી સ્કાયમેટના પૂર્વાનુમાન મુજબ ભારતમાં સામાન્યથી 3 ટકા વધુ વરસાદ થશે. સરેરાશ 880.6 મિમી વરાસદને આધાર માનીને સ્કાયમેટે 96 ટકાથી 104 ટકા વરસાદ ને સામાન્ય વરસાદ કહેવામાં આવે છે. વર્ષ 2019માં આ 110 ટકા અને વર્ષ 2020માં 109 ટકા વરસાદ રહ્યો હતો. આ વર્ષે એટલે કે વર્ષ 2021માં સતત ત્રીજા વર્ષે સારા વરસાદનો ખેતીને લાભ મળશે.સ્કાયમેટના અંદાજ મુજબ આ વર્ષે ભારતમાં ચોમાસુ સારું રહેશે. જેમાં જૂન મહિનામાં 177 મિમી. વરસાદ થઈ શકે છે. તો જુલાઈમાં 277 મિમી અને ઓગસ્ટમાં 258 મિમી વરસાદ થવાની સંભાવના છે. સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની આશા છે. જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની આશા છે. આ વર્ષે જે વિસ્તારોમાં ગત વર્ષે સામાન્ય વરસાદ થયો હતો. ત્યાં આ વખતે સારા વરસાદની આશા છે. જુલાઈમાં મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સારો વરસાદ થશે. જ્યારે કે નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની આશંકા છે.સપ્ટેમ્બર મહિનામાં મધ્યપ્રદેશ અને દેશના પશ્ચિમી વિસ્તારો જેવા કે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સારા વરસાદની સંભાવના છે. આ વર્ષે પણ મુંબઈમાં વરસાદ જૂનના પહેલા અઠવાડિયામાં ચાલુ થશે. જો કે સ્કાયમેટે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યો પર અનુમાન હાલમાં અપાયું નથી. આ અનુમાન આખા દેશનો અંદાજ છે. સારા ચોમાસાને પગલે ખેતી પર સૌથી મોટી અસર પડતી હોય છે.
