ભારત સરકારે લગભગ 857 વેબસાઈટોના કન્ટેન્ટને અનૈતિક અને અશોભનીય જાહેર કરતા તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે બધી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને એક પત્ર લખ્યો છે. તેમને (સૂચના પ્રોદ્યોગિકી અધિનિયામ,2000ના અનુચ્છેદ 79(2)(B)ની હેઠળ) પોર્ન વેબસાઈટ નિષ્ક્રીય કરવાનું કહ્યું છે. આમ છતા વૈશ્વિક સ્તર પર મોટી પ્રમાણમાં વેબસાઈટમાં ગણાતી પોર્ન હબ અને રેડટ્યૂબએ ભારતમાં પોતાની વેબસાઈટ્સને ફરીથી સક્રિય કરવાના ઉપાયને શોધી કાઢ્યો છે. કોઈ પણ સાઈટ સુધી પહોંચવા માટે કોઈ નવો ઉપાય લેવાની જરૂરત નથી. આ માહિતી ગેજેટ 360ના હવાલેથી પ્રાપ્ત થઈ છે.
માહિતી અનુસાર, પોર્ન હબને પોર્નહબ હોટ ઓઆરજી અને રેડટ્યૂબને રેડટ્યૂબ ડોટ નેટથી એક્સેસ કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારતમાં કાર્યવાહી ડોટ કોમ ડોમેન પર થઈ છે, તો એવામાં પોર્ન વેબસાઈટ વગર કોઈ વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન), વૈકલ્પિક બ્રાઉજર્સ, પ્રોક્સિ અને અન્ય તરકીબ વગર સરળતાથી એકસેસ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈર જેવી એરટેલ,જિયો,બીએસએનએલ અને અન્યએ પ્રોર્નોગ્રાફિક બતાવતી ઘણી વેબસાઈટ્સ પર બેન લગાવી દીધો હતો. આ દરમિયાન જ્યારે કોઈ યૂઝર્સ પોર્ન વેબસાઈટ એક્સેસ કરવાનો પ્રયત્ન કરે તો પેજ ખુલતું હતું. તેની સામે એક સંદેશ સ્ક્રિન જોવા મળશે. જેના પર લખ્યું છે ‘ટેલિકોમ વિભાગના નિર્દેશોને લઈને આ વેબસાઈટ બ્લોક કરી દેવામાં આવી છે.’
અમેરિકી મૂળના વર્કિંગ અને ઈન્ટરનેટ સેફ્ટી એક્સપર્ટ તથા વાયર્ડસેફ્ટીના ફાઉન્ડર પૈરી આફતાબના અનુસાર, મુખ્ય રૂપથી યુવાનો સાથે ચાઈલ્ડ પોર્ન, મહિલાઓની વિરૂદ્ધ હિંસાના રૂપમાં પોર્ન અને સાઈબર આતંકવાદ ભારતમાં એક ખૂબ મોટો મુદ્દો બની રહ્યો છે. જલ્દી એના પર ધ્યાન આપવુ જોઈએ.
આ તરફ ભારતના અગ્રણી સાઈબર કાનૂન વિશેષજ્ઞ પવન દુગ્ગલના અનુસાર, ભારતમાં કઠોર સાઈબર કાનૂન તત્કાલ લાગુ કરવાની જરૂરત છે.