ઓરિસ્સામાં કેન્દ્રપાડા જિલ્લામાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે. રવિવારે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ જુડવા બાળકીને જન્મ આપ્યો છે, જેના બે માથા અને ત્રણ હાથ છે પરંતુ શરીર એક છે. ડૉક્ટરોએ જાણકારી આપતા કહ્યું કે, આ એક રેયર એટલે કે દુલર્ભ મેડિકલ કન્ડીશન છે. બાળકીઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે અને મહિલા બીજી વખત માતા બની છે. બાળકીઓના માથાનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, માતા અને બાળકી બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 20 વર્ષીય બબીતાએ રવિવાર સવારે એવી બાળકીઓને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકીઓને કેન્દ્રપાડાની ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. બાળકીના માતા-પિતા રાજનગર વિસ્તારના કાની ગામના રહેવાસી છે.
જોડાયેલ જુડવા બાળકો જન્મથી જ છાતી અને પેટ સાથે જોડાયેલા હોય છે. આ સ્થિતિને ફ્યુઝનને કારણે એમ્બ્રિયો જિનેસિસ કહેવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ થયા બાદ આ મેડિકલ વિસંગતતા વિશે વિગતવાર જાણી શકાશે. આ પ્રકારના અસામાન્ય જન્મની ઘટનાઓ ઓછી થઈ ગઈ છે કેમ કે, હવે લોકો જાગૃત થઈ ગયા છે. પરંતુ અત્યારે પણ કેટલાક ગ્રામીણ વિસ્તાર છે જ્યાં ગર્ભવતી મહિલાઓ સમયસર દવા લેવાનું ધ્યાન નથી રાખતી તેઓ ફોલિક એસિડ દવાઓ લેવાનું બંધ કરે છે અને ત્યાર પછીના સ્ટેજમાં અલ્ટ્રસાઉન્ડ પણ નથી કરાવતી જેથી વિસંગતતા વિશે ખબર પડે. બાળકીના પિતાએ ઓરિસ્સા સરકાર પાસેથી પોતાની બાળકીની સારવાર માટે મદદ માગી છે.