ઉત્તર પ્રદેશના બિજનોરમાં ચોરીનો લગતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ચોરને જ્યારે ચોરી કરતી વખતે અપેક્ષા કરતા વધારે પૈસા મળ્યા તો તે પોતાની ખુશીને રોકી શક્યો નહીં અને એટલો ખુશ થઈ ગયો કે તેને હાર્ટ અટેક આવી ગયો. બંને ચોર નૌશાદ અને એજાઝે રકમને સમાનરૂપે વહેંચી દીધી. પરંતુ થોડા દિવસ બાદ એજાઝને હાર્ટ એટેક આવ્યો અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને સારવારમાં મોટી રકમ ખર્ચવી પડી હતી. હાર્ટ અટેક આવ્યો હોવાથી ચોરીના પૈસાની મોટાભાગની રકમ ચોરના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ. બાદમાં તેના હાથમાં કંઈ ના આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બિજનોર કોતવાલી દેહાત વિસ્તારમાં થયેલી ચોરીની બાબતમાં 2 ચોરમાંથી 1ની ધરપકડ કરવામાં આવી હતી. ચોરોએ કેન્દ્રમાંથી 7 લાખની રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સની ચોરી કરી હતી. ત્યારબાદ હૈદરે ફરિયાદ નોંધાવી કે તેના કેન્દ્રમાંથી 7 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Heart attack concept and human cardiovascular pain as an anatomy medical disease concept with a person suffering from a cardiac illness as a painful coronary event with 3D illustration style elements.