એક PIL માં આ વાત સામે આવી છે કે, દેશના અલગ અલગ રાજ્યોમાં 3 કરોડ રાશન કાર્ડ એ માટે કેન્સલ કરી દેવામાં આવ્યાં છે. કારણ કે તે આધાર સાથે લીંક ન હતાં. આ કિસ્સો સુપ્રિમ કોર્ટમાં પણ ગયો છે. અને દેશની શિર્ષ અદાલતે ભારત સરકારને આ મામલા ઉપર જવાબ લેવામાં આવ્યો છે. જો કે વર્ષોમાં ભુખમરાથી ઘણા લોકોના મોતના સમાચારો સામે આવ્યાં છે જેનું એક કારણ રાશન કાર્ડનું આધાર સાથે લીંક નહીં હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. રાશન દુકાનદારો કોઈ પણ તેવા વ્યક્તિને રાશન આપવાથી મનાઈ કરી દેવામાં આવી છે. જેનું રાશન કાર્ડ આધાર સાથે લીંક ન હોય. કેટલાક રાજ્યોમાં આવી ફરિયાદો પણ સામે આવી છે કે રાશન નથી મળતુ અને સમગ્ર પરિવારને ભુખ્યા પેટે સુવા માટે મજબુર થયો છે. બાદમાં વૃદ્ધ લોકોના મોત નીપજ્યાં છે. આ વિષય ઉપર સુપ્રિમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દેશના આદિવાસી સિવાય દુરના વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નહીં હોવાથી રાશન કાર્ડ આધાર સાથે લીંક નથી થઈ શક્યું. તેનાથી રાશન કાર્ડ કેન્સલ થઈ ગયું છે. સુપ્રિમ કોર્ટમાં ભારત સરકારે આ વિષય પર પોતાનો પક્ષ રાખ્યો હતો અને કહ્યું હતું કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે કે રાશન કાર્ડ એ માટે કેન્સલ થઈ જાય છે કારણ કે તેની સાથે આધાર કાર્ડ નથી જોડાયું. કેન્દ્ર સરકાર તરફથી વકીલે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું હતું કે, આ સ્પષ્ટ દિશા-નિર્દેશ છે કે જો રાશન કાર્ડ આધારની સાથે વેરીફાઈ નથી પણ થતું તો કોઈનું રાશન રોકવામાં નથી આવતું. રાશનકાર્ડ, આધાર લીંકના આધાર ઉપર ગરીબોને રાશન રોકવામાં આવતું નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારના આંકડા જણાવી રહ્યાં છે કે, 3 લાખ રાશનકાર્ડ કેન્સલ થયા છે. આ કાર્ડને બનાવટી જણાવતા કેન્સલ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે સાચુ કારણ કંઈક અલગ જ છે. તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટિની ગડબડીના કારણે આંખ અને અંગુઠાનું નિશાન લેવામાં તકલીફ પડી રહી છે. તેના કારણે મોટા સ્તર ઉપર આધારકાર્ડ કેન્સલ થઈ રહ્યાં છે, જ્યારે રાશનકાર્ડ હોલ્ડર પરિવારની પહેલા જ કોઈ સુચના પણ નથી દેવામાં આવતી. દેશમાં લગભગ 80 કરોડ લોકો રાશનકાર્ડ હોલ્ડર છે. તેમાં ગ્રામીણ અને શહેરી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની સંખ્યા વધારે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી કુલ 23.5 કરોડ રાશનકાર્ડમાં આશરે 90 ટકા કાર્ડ પહેલા જ આધાર નંબરથી જોડાઈ ચુક્યાં છે. જનવિતરણ પ્રણાલી કે પીડીએસની નજીક 80 કરોડ લાભાર્થીઓને 85 ટકાના આધાર નંબર સાથે જોડાઈ ચુક્યાં છે. સરાકરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ સાચો લાભાર્થી માત્ર આ જ કારણે તેના જથ્થાથી વંચીત રહે નહીં જેના રાશનકાર્ડ આધાર નંબરથી જોડાયેલું નથી. માત્ર આધાર ઉપર કોઈ પણ લાભાર્થીનું નામ હટાવવામાં આવશે નહીં અને રાશન કાર્ડને પણ કેન્સલ કરવામાં આવે નહીં.