મોદી સરકાર તરફથી લાદવામાં આવેલું 21 દિવસોનું લૉકડાઉન હવે પુરુ થવાની તૈયારીમાં છે. આ લૉકડાઉન દેશમાં ઝડપથી ફેલાતા કોરોના વાઈરસને કાબૂમાં લેવા માટે લાગૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર હવે 14 એપ્રિલે લૉકડાઉન ખુલ્યા બાદ કામ થઈ શકે છે કેમ? તેની તૈયારીમાં લાગી ગઈ છે. આ માટે તમામ મંત્રીઓને કહી દેવામાં આવ્યું છે કે, તેઓ આગામી 8 દિવસોમાં એવા પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરે કે જેને શરૂ કરવામાં આવી શકે.
સરકારે બિડ્સ પર ઘરેથી જ કામ કરીને તમામ પેપર વર્ક પૂરા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રોસ્ટર પણ તૈયાર કરવામાં જણાવ્યું છે. જે પ્રમાણે લોકો શિફ્ટમાં કામ કરશે. આ સાથે જ ઓડિયો-વીડિયો ટેક્નીકનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે.
આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ મીડિયામાં જણાવ્યું કે, 21 દિવસના લૉકડાઉનમાંથી બહાર આવવું એટલું જ અઘરૂ છે. જેટલુ તેને લાગુ કરવું. આમ છતાં સરકારને હવે કામકાજ તો શરૂ કરવું જ રહ્યું. જણાવી દઈએ કે, એક કમિટીમા આ તમામ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી છે. જેના દ્વારા 21 દિવસના લૉકડાઉન સમાપ્ત થયા બાદ કામકાજ શરૂ કરવામાં આવી શકે છે.
સરકાર ખાસ કરીને રોડ અને એજ્યુકેશન સેક્ટરમાં થનારા નિર્માણનું કામ શરૂ કરવાની તૈયારીમાં છે. બીજી તરફ એગ્રીકલ્ચર સેક્ટરને તો પહેલાથી જ લૉકડાઉનમાં છૂટ મળેલી છે. લૉકડાઉન લાગૂ થયાના કેટલાક સમય પહેલા જ કેન્દ્ર સરકારે લેન્ડ યુઝમાં ફેરફારને લઈને નોટિફાઈ કરી દીધી હતી. હાલના સમયમાં મોદી સરકારમાં નિર્માણ કાર્ય કરનાર સૌથી મોટા એકમ CPWD એવા ટેન્ડરો પર કામ કરી રહી છે. જે પહેલા માર્ચમાં ઈસ્યૂ થવાના હતા. માનવામાં આવે છે કે, લોકડાઉન સમાપ્ત થતા જ તેના પર પણ કામ શરૂ થઈ જશે.
હાલ તો સરકારની યોજના અર્થ વ્યવસ્થાને શરૂ કરવાનો છો. એવામાં આ પ્રોજેક્ટ મારફતે એવા વિસ્તારોમાં કામ શરૂ કરવામાં આવી શકે છે, જ્યા હજુ સુધી કોરોનાનો ચેપ ફેલાયો નથી. આવું કરવાથી રોજગારની તકો પેદા થશે અને ગરીબોના હાથમાં રૂપિયા આવશે.