મધ્યપ્રદેશના શિવપુરીમાં લગ્નની એક વિચિત્ર ઘટના સામે આવી છે. એમાં યુવકે સાસરી પક્ષ પર કિન્નર સાથે લગ્ન કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવકે એસસી કાર્યાલય શિવપુરીમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે. આ ઘટના શિવપુરીના ભાવખેડી ગામનો છે. વિનોદ જાટવ નામના યુવકે તેની ફરિયાદમાં કહ્યું છે કે તેના જેની સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે તે છોકરી નહીં, પરંતુ કિન્નર છે. યુવકે જણાવ્યું હતું કે આ વાત તેને લગ્નની પહેલી રાતે જ ખબર પડી ગઈ હતી. વિનોદ જાટવે એ દિવસે રાતે જ 12 વાગે તેના સસરાને ફોન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એસપી કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાવતી વખતે તેણે જણાવ્યું હતું કે લગ્નના બીજા જ દિવસે તે તેની પત્નીને લઈને હોસ્પિટલ ગયો હતો અને મહિલા ડોક્ટર સાથે તેની તપાસ કરાવી હતી. તપાસ કર્યા પછી ડોક્ટરોએ જણાવ્યું હતું કે વિનોદની પત્નીમાં મહિલા જેવાં કોઈ લક્ષણ નથી. વિનોદે તેના સાસરી પક્ષ અને પત્ની મનીષા સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માગણી કરી હતી. મનીષાએ ફરિયાદમાં લખાવ્યું છે કે પતિએ સાથે ના રાખવાની વાત કરી છે. આ ઉપરાંત મનીષાએ ભરણપોષણની પણ વાત કરી છે. પોતાના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં વિનોદે એસપી કાર્યાલયમાં પણ એક ફરિયાદ દાખલ કરાવી છે.
