sexual power વધારવા માટે લોકો કેવા કેવા ઉપાય કરે છે. કોઇ તમામ પ્રકારની દવાઓના સેવનથી તો કોઇ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો પણ અજમાવે છે. પરંતુ એ જાણ્યા પછી તમે દંગ રહી જશો રે આજકાલ આંધ્રપ્રદેશમાં આવી જ એક વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હા, આંધ્રપ્રદેશના લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સુઅલ પાવર વધે છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓ હોવાનો દાવો કરે છે. આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે. આ જ કારણ છે કે આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહીં લોકો માને છે કે ગધેડાનું માંસ ખાવાથી પીઠનો દુખાવો, અસ્થમા છૂમંતર થઇ જાય છે. એટલું જ નહીં, લોકો માને છે કે આ માંસ ખાવાથી જાતીય શક્તિ પણ વધે છે. ગધેડાનું માંસ મોટાભાગે પ્રકાશમ, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં ખવાય છે.