શહેરમાં પોઝિટિવ કેસ (positive cases) નો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પણ ખાસ કરીને હાલની પરિસ્થિતિ પ્રમાણે ઉધના, રાંદેર અને અઠવા ઝોન (Udhna, Rander and Athwa Zone) માં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જે અંગે મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને આ ત્રણ ઝોનમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અઠવા ઝોનમાં સિનિયર સિટીઝન વધુ છે. જેથી વડીલોને ક્વોરન્ટાઈન કરવા માટે મનપા કમિશનરે અપીલ કરી હતી.
શહેરમાં દરેક સોસાયટી, કોમર્શિયલોમાં પલ્સ ઓકિસમીટર (Oxi Meter) વસાવી દરરોજ ઓકિસજન લેવલ (Oxygen Level) ચેક કરવા માટે જણાવાયું છે. અને જેઓનું પણ ઓકિસજન લેવલ 95થી નીચે જાય તો તુરંત જ તેઓ હોસ્પિટલાઈઝ થવા મનપા કમિશનરે અપીલ કરી હતી. મનપા કમિશનર બંછાનિધિ પાની (Shri Banchhanidhi Pani) એ ઓડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, ઘણા કેસમાં જાણવામાં આવી રહ્યું છે કે, લોકો ઓકિસજન લેવલ 95 થી ઓછુ થાય તેમ છતાં જણાવતા નથી અને હોસ્પિટલ જવામાં ગભરાઈ રહ્યા છે તે ઉચિત નથી. લોકો ગભરાયા વિના તુંરત જ હોસ્પિટલાઈઝ થાય તે જરૂરી છે. દરમિયાન મનપા કમિશનરે અધિકારીઓ સાથેની મીટીંગમાં એવી પણ તાકીદ કરી હતી કે જે લોકોને ચેકીંગ દરમિયાન ઓક્સિજનનું સ્તર 95થી નીચે હોય છતા હોસ્પિટલમાં દાખલ થવાની ના કહે તો આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવી.