નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ને લઇને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલાએ ભારતમાં ચાલી રહેલી આ સ્થિતિને લઇને દુ:ખ વ્યક્ત કર્યો છે. CAAને લઇને BuzzFeed editor-in-chief બેન સ્મિથ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નડેલાએ કહ્યું, “મને લાગે છે કે, જે કંઇ થઈ રહ્યું છે તે દુ:ખદ છે. આ માત્ર ખરાબ છે. મને એક બાંગ્લાદેશી અપ્રવાસી જોવાનું પસંદ આવશે જે ભારત આવે છે અને પોતાના સક્રિય યોગદાનથી ઈન્ફોસિસનો આગામી સીઈઓ બને છે.” જાણિતા ઈતિહાસકા રામચંદ્ર ગુહાએ નડેલાના આ નિવેદનનું સ્વાગત કર્યું છે. ગુહા પોતે આ વાતનું સમર્થન કરી રહ્યાં છે કે, દેશના આઈટી સેક્ટરના લોકોને આ કાનૂન વિરૂદ્ધ બોલવા માટે સાહસ બતાવવું જોઇએ.
નડેલાના નિવેદનના સમર્થનમાં ટ્વિટર પર ગુહાએ લખ્યું, “હું ખુશ છુ કે, સત્ય નડેલાએ તે કહ્યું જે તેઓ અનુભવે છે. હું ઈચ્છું છું કે, આપણા આઈટી સેક્ટરના લોકોમાં તે કહેવાનું સાહસ હોય જે તેઓ વિચારે છે.” જણાવી દઇએ કે, રામચંદ્ર ગુહા CAAને લઇને કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યાં છે. તેમને આ કાનૂનનો ખુલીને વિરોધ કર્યો છે. પાછલા મહિને બેંગ્લોરમાં CAAના વિરોધમાં નિકાળવામાં આવેલી રેલીમાં સામેલ હોવાના કારણે તેમની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી લીધી હતી.
આ સાથે જ ગૂગલ, ઉબેર, એમેઝોન અને ફેસબુક જેવી દિગ્ગજ ટેકનિકલ કંપનીઓમાં કાર્યરત 150થી વધારે ભારતીય મૂળના અધિકારીઓએ પ્રથમ વખત CAA અને NRC વિરૂદ્ધ ખુલ્લો પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં આ દિગ્ગજોએ આ બંને કાયદાઓને ફાસીવાદી ગણાવ્યા છે. પત્ર દ્વારા આ લોકોએ સત્ય નડેલા, અલ્ફાબેટ ઈંકના CEO સુંદર પિચાઈ અને રિલાયન્સના પ્રમુખ મુકેશ અંબાણીને કહ્યું છે કે, તેઓ કેન્દ્ર સરકારના આ પગલાની સાર્વજનિકરૂપથી નિંદા કરે. પત્રમાં કહ્યું છે કે, CAA 2019 NRC સાથે સંયુક્ત રૂપથી એક વ્યાપાક મુસ્લિમ વિરોધી યોજના છે, જે મુસ્લિમાનો માટે વધારે બંધારણિયા અને વૈશ્વિક અસમાનતા ઉભી કરશે. ભારતની સ્થિતિ પહેલાથી જ આર્થિક ગિરાવટ અને ક્લાયમેન્ટ ચેન્જના કારણે ખરાબ થતી જઇ રહી છે.
તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે પણ CAAને મૌલિક રૂપથી ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. પોતાના નિવેદનમાં માનવાધિકારી કાર્યલયે કહ્યું કે, આ કાયદો ભારતીય સંવિધાન દ્વારા પ્રદાન કરવામાં આવેલી સમાનતાના પ્રતિ પ્રતિબદ્ધતાને કમજોર કરે છે. જ્યારે પાછલા મહિને બેંગલોરથી બીજેપી સાંસદ તેજસ્વૂ સૂર્યાએ તે દાવો કરીને વિવાદ ઉભો કરી દીધો કે, માત્ર નિરક્ષર અને પંચર-દીવારવાળા લોકો જ આ કાનૂનનો વિરોધ કરી રહ્યાં છે.