બિહારની રાજધાની પટણામાં હૈયું હચમચી જાય તેવો એક મામલો સામે આવ્યો છે. પટણામાં રહેતા રેલવેના એક સ્ટેશન માસ્ટરે પોતાના બાળકોની સામે કોરોનાગ્રસ્ત પત્નીનું ગળુ કાપી નાંખ્યું હતું અને પછી પોતે એપાર્ટમેન્ટમાંથી મોતનો ભૂસકો માર્યો હતો.મળતી વિગતો પ્રમાણે, સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી. પટણા જંક્શન પર તૈનાત અતુલ નામના રેલવે અધિકારી અને તેમની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન અતુલે પોતાની પત્નીનું બ્લેડ વડે ગળુ કાપી નાંખ્યું હતું. તે વખતે બે બાળકો ત્યાં જ મોજુદ હતા. બાળકોએ બૂમો પાડવા માંડી ત્યારે અતુલે બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી હતી.પોલીસ કઈ બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેની તપાસ કરી રહી છે. જોકે, મૃત મહિલા કોરોના પોઝિટિવ પણ હતી. તેના કારણે તપાસમાં અડચણ આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, પત્ની કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી પતિ અતુલ ગભરાઈ ગયો હતો. એ પછી સોમવારે સવારે તેણે પત્નીની હત્યા કરી નાંખી હતી.
