પૈસો માણસને શું નથી કરાવતો. એમાંય જ્યારે પર સ્ત્રી સાથે સંગ થાયએટલે તો કહેવું જ શું. પૈસા ના હોય તોય ગર્લફ્રેન્ડને ફેરવવા માટે એક બાપે પોતાના દિકરાને વેચી દીધો. વાંચીને ચોંકી જશો. પરંતુ આ સત્યઘટના ચીનમાં બની છે. આ ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેણે ઘરના સભ્યોના ફોનઉપાડવાનું બંધ કર્યું. ચીનના એક કળિયુગી પિતાએ પોતાના બે વર્ષના બાળકને વેચી દીધો અને પછી તે પૈસાથી તે આખા દેશના પ્રવાસે ફરવા નીકળી પડ્યો. આ વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટા છેડા થઈ ગયા હતા. અને તે પોતાના બાળકને ઉછેરવામાં નાકામ રહ્યો તો તેણે આ ચોંકાવનારો નિર્ણય લીધો.જેજિયાંગના એક રિપોર્ટ મુજબ આ વ્યક્તિની સરનેમ શી છે. તેનો હંમેશા તેની પત્ની સાથે ઝઘડો થયા કરતો હતો. અને જેને પગલે તે બંનેએ છૂટાછેડા લીધા હતા. આ કપલને બે બાળકો હતા. મહિલાએ પોતાની દિકરીની કસ્ટડી લીધી હતી. તો આ વ્યક્તિએ પોતાના દિકરાની કસ્ટડી લીધી હતી.
આ શખ્સ બીજા શહેરમાં નોકરીએ જતો હોઈ પોતાના બે વર્ષના દિકરાને સાચવી શકતો નહોતો. એટલા માટે તે પોતાના દીકરાને પોતાના ભાઈઅને તેના ફેમિલી પાસે હુજોઉ સીટીમાં છોડી દીધો હતો. જો કે ગત મહિને તે આ શહેરમાં આવ્યો હતો અને પોતાના દિકરાને લઈ ગયો હતો. તેણે કહ્યું કે આ છોકરાની મા તેને જોવા માગે છે. એટલા માટે તે પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. આ ઘટનામાં પોલિસનું કહેવું છે કે શી એ પોતાના દિકરાને ચાંગ્સુ શહેરમાં એક એવા કપલને વેચી દીધો જેને કોઈ સંતાન નહોતું. આ સખ્સે પોતાના બાળકને 24 હજાર ડોલર અર્થાત 17 લાખ રૂપિયામાં વેચી દીધો. આ વ્યક્તિ પર આરોપ છે કે એ પછી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે દેશમાં પ્રવાસે નીકળી ગયો હતો.