મુંબઈમાં હાલ કોરોના કાળમાં એક એવા લગ્ન યોજાઈ ગયા. જે સાંભળીને તમે પણ બે ઘડી ચકરાવે ચડી જશો. મુંબઈમાં એક દંપતિએ એકબીજાને મંગલસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા છે. જ્યારે શાર્દુલ કદમ નામના વરરાજાએ કહ્યું કે એ લગ્નના દિવસે મંગળસૂત્ર પહેરશે તો બધા હેરાન થઈ ગયા હતા. જો કે લોકોની કોઈ પણ ચિંતા કર્યા વગર શાર્દુલે લગ્નના દિવસે જ્યારે પોતાની નવી દુલ્હનને મંડપમાં મંગળસૂત્ર પહેરાવ્યું, તો દુલ્હને પણ તેને મંગળસૂત્ર પહેરાવ્યું. આવું કરવા પાછળ આખરે શું કારણ હતું એ વિસ્તારથી જણાવ્યું છે.શાર્દુલે કહ્યું કે જ્યારે લગ્નના દિવસે ફેરા ફર્યા પછી તનુજા અને મેં એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા તો હું ખુબ જ ખુશ હતો. પણ સોશીયલ મીડિયા એમના આ નિર્ણયથી નારાશ થઈ ગયું હતું. મંગળસૂત્ર પહેરવાવાળી વાત કહેવાની વાર હતી કે શાર્દુલ કદમને ઈન્ટરનેટ પર લોકોએ જબરજસ્ત ટ્રોલ કરી દીધો હતો. આમ તો શાર્દુલ અને તનુજા કોલેજમાં મળ્યા હતા, પણ એમની લવસ્ટોરીની શરૂઆત ગ્રેજ્યુએટ થયાના ચાર વર્ષ પછી શરૂ થઈ હતી.
શાર્દુલે કહ્યું કે અમે લોકો અનઅપેક્ષિત રીતે એકબીજા સાથે જોડાયા છીએ. તનુજા ઈન્સ્ટાગ્રામ પર હિમેશ રેશમીયાના ગીતો શેર કરતી હતી. અને કેપ્શનમાં લખતી હતી- ટોર્ચર. હું તેના પર જવાબ આપતો હતો.- મહા ટોર્ચર. આવી રીતે અમારી વાતચીત શરૂ કરી હતી જ્યારે થોડા સમય પછી ચાની કિટલી પર બંનેની મુલાકાત થઈ તો તેઓએ ફેમનિઝમ પર વાતચીત કરી અને શાર્દુલે પોતાને હાર્ડકોર ફેમનિસ્ટ તરીકે બતાવ્યો. પોતાના માતા- પિતાને જાણ કરી તે પહેલાના એક વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. સપ્ટેમ્બર 2020 થી એમને એમના લગ્નનું પ્લાનીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. શાર્દુલ કહે છે કે, જ્યારે મેં તનુજાને કહ્યું કે એવું કેમ છે કે ફક્ત છોકરીને જ મંગળસૂત્ર પહેરવું પડે છે? શું આનાથી કોઈ લોજીક બને છે, અમે બંને બરાબર છીએ, એટલા માટે મેં જાહેર કર્યું કે હું પણ મારા લગ્નના દિવસે મંગળસૂત્ર પહેરીશ. જો કે શાર્દુલના નિર્ણયથી તેના માતા પિતા હેરાન હતા અને એમના નિર્ણય પર સવાલ પણ કરવામાં આવ્યા. પણ શાર્દુલે તેમની કોઈ વાત ના માની અને કહ્યું કે અમારા બંનેનું એકસાથે મંગળસૂત્ર પહેરવું એ સમાનતા બતાવે છે.