કોવિડ સંકટના કારણે દેશભરમાં કેટલાય રાજ્યોમાં કડક પ્રતિબંધો અમલ આવ્યા છે. છત્તીસગઢમાં પણ હાલ લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે આવા સમયે લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. લોકડાઉનમાં બલરામપુર જિલ્લાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પોતાની દુલ્હનને લેવા માટે બાઈક પર વરરાજો એકલો ગયો હતો. વરરાજો ઝારખંડનો રહેવાસી હતો. બાઈક પર વરરાજાને એકલો જોઈ બોર્ડર પર તૈનાત પોલીસ કર્મી પણ હૈરાન થઈ ગયા હતા આ ભાઈના લગ્ન બલરામપુર રામાનુજગંજ જિલ્લાના સનાવલમાં થવાની હતી. બધુ ગોઠવાઈ ગયુ હતું. જો કે, લોકડાઉનના કારણે જાન લઈને આવવુ શક્ય નહોતું. ત્યારે વરરાજો લગ્ન માટેનો પોશાક પહેરી સજીધજીને સાફાની જગ્યાએ હેલ્મેટ લગાવી બાઈક પર લગ્ન કરવા માટે નિકળી પડ્યો. પોલીસે રાજ્યની સરહદ પર એકલા વરરાજાને જોતા રોક્યો અને પુછપરછ કરી હતી ત્યાર બાદ પોલીસે વરરાજાને ઉભો રાખ્યો, તો તેણે જણાવ્યુ હતું કે, લગ્ન કરવા જાઉ છુ. હિન્દુ રીતરિવાજ અનુસાર ઓછામાં ઓછા 5 લોકોનું હોવુ જરૂરી છે. પણ અહીં તો વરરાજો ફક્ત એકલો હતો. પોલીસે વરરાજાની લગ્ન કરવાની ઉતાવળ જોતા બોલ્યા હતા કે, ભાઈ કમસે કમ પાંચ લોકોને તો લઈને જા.અમે આ લોકોને સાથે લઈ જવાની મંજૂરી ઉચ્ચ અધિકારીઓ પાસેથી અપાવી દઈશું. જો કે, વરરાજો માન્યો નહીં, તેને લાગ્યુ કે, 5 લોકોના ચક્કરમાં ક્યાંક તેના લગ્ન અટકી ન પડે. તે પોલીસવાળાને ના પાડતા એકલો જ પરણવા માટે નિકળી પડ્યો.
