બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને લૂણો લગાડતો કિસ્સો બન્યો છે. આ ઘટના માંઝા વિસ્તારની છે. જ્યાં હાલમાં જ નવી નવી પરણીને આવેલી એક દુલ્હનને તેના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્નના થોડા જ દિવસોમાં વિવાહીત મહિલા ભાણેજ પ્રત્યે એ રીતે મોહિત થઈ ગઈ કે, તેને લઈને ભાગવાનો વિચાર કરી નાખ્યો. એટલુ જ નહીં, એક દિવસ મોકો મળતા બંને ફરાર પણ થઈ ગયા. ત્યારે હવે મામી-ભાણેજની આવી કરતૂત આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.તો વળી આ મામલો સામે આવ્યા બાદ પીડિતા મામાએ પોતાના ભાણેજ સહિત ચાર લોકો પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના માંઝા વિસ્તારમાં આવેલા સુરવનિયા ગામના રહેવાસી રાકેશ શર્મા સાથે જોડાયેલી છે. કહેવાય છે 22 ફેબ્રુઆરીના રોજ રાકેશ શર્માના લગ્ન તે જ વિસ્તારમાં આવેલા હરપુર ગામના રહેવાસીની એક દિકરી સાથે ધામધૂમથી થયા હતા. બંને હજૂ તો લગ્નને લઈને પોતાની નવી જીંદગીના સપના જોઈ રહ્યા હતા. લગ્નના એક જ અઠવાડીયામાં દુલ્હનના જીવનમાં ભાણેજનો પ્રવેશ થયો.આરોપ છે કે, રાકેશની ગેરહાજરીમાં બરૌલીનો રહેવાસી ભાણિયો પોતાના અમુક સાથીદારો સાથે તેની મામીને મળવા આવતો હતો. આ દરમિયાન મામી અને ભાણેજની આંખો મળી ગઈ અને એક દિવસ મોકો જોઈને બંને ફરાર થઈ ગયા. રાકેશ હાર્ડવેરની દુકાન ચલાવે છે. ત્યારે હવે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
