ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સાસુ-વહુની તકરારનો એક પરેશાન કરનારો મામલો સામે આવ્યો છે. ખાવાનું બનાવવા જેવી મામૂલી વાત પર સાસુ-વહુ વચ્ચે ઝઘડો થઈ ગયો અને તે ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો. ટીવી સીરીયલ જોઈ રહેલા સાસુએ જમવાનું બનાવવાનો ઈનકાર કરી દિધો, તો વાંસી ખાવાનું ખાઈ ખાઈને કંટાળેલી પુત્રવધૂએ 112 પર કોલ કરીને પોલીસ બોલાવી લીધી. જે બાદ પોલીસે બંનેને સમજાવીને મામલો થાલે પાડ્યો. સાથે જ પોલીસ સાસુ-પુત્રવધૂને ચેતવણી પણ આપી કે બીજી વખત આવું થયું તો બંને વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગોરખપુરના ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં મંઝગાંવામાં એક પરિવારમાં સાસુ-પુત્રવધૂ ઘરમાં એકલા જ રહેતા હતા. બંનેના પતિ બહાર રહીને નોકરી કરે છે. બંને સાસુ-વહૂ એકલા રહેવાને કારણે નાની-નાની વાતોએ વિવાદ થતો રહેતો હતો. ગગહા પોલીસે આપેલી જાણકારી મુજબ મંઝગાંવાથી એક મહિલાની સુચના આવી હતી તેની સાસુએ તેને વાંસી ખાવાનું આપ્યું, જેનાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. અવારનવાર તેની સાસુ તેને વાંસી ખાવાનું આપે છે. સુચના બાદ પોલીસની PRV 112 ઘટના સ્થળે પહોંચી. પોલીસનું કહેવું છે કે મહિલાની સાસુનો આરોપ છે કે પુત્રવધૂ ખોટું બોલી રહી છે. તે પુત્રવધૂને હંમેશા ગરમ ગરમ જમવાનું જ આપે છે. સાસુએ કહ્યું કે તેની પુત્રવધૂ ક્યારેય જમવાનું નથી બનાવતી અને આખો દિવસ તે પોતાના મોબાઈલમાં બિઝી રહે છે. પોલીસની હાજરીમાં જ સાસુ-પુત્રવધૂ ઝઘડવા લાગ્યા, જે જોઈને પોલીસે બંનેને કોઈ રીતે સમજાવીને શાંત કર્યા.
