લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા લોન્ચ કરવા જઈ રહ્યું છે. ફેસબુકની માલિકીની કંપની WhatsAppના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને સરકાર તરફથી મંજુરી મળી ગઈ છે. ગુરૂવારે નેશનલ પેમેન્ટ્સ કોરપોરેશન ઓફ ઈન્ડિયાએ WhatsAppને ડિજિટલ પેમેન્ટ સક્વિસ માટે લાઈસેન્સની મંજુરી આપી દીધી છે.
બિજનેસ સ્ટેન્ડર્ડની એક રિપોર્ટ અનુસાર હજુ કેટલીક ટેકનિકી કારણોથી નેશનલ પેમેન્ટ્સ કોરપોરેશન ઓફ ઈન્ડિયાએ WhatsAppના એક કરોડ યૂજર્સ સુધી આ સુવિધા આપવાનું કહ્યું છે. તબક્કાવાર રીતે WhatsApp પે લાગુ થશે અને તેને જલ્દી યૂજર્સ સુધી પહોંચાડવામાં આવી શકે છે. જોકે, WhatsAppએ ડિજિટલ પેમેન્ટની સુવિધા આપવા માટે પહેલા જ આવેદન આપ્યું હતું,પરંતુ કોઈ નિયમોના કારણે ફસાયેલુ હતું હતું જેથી તેને મંજુરી મળ નહતી.
માનવામાં આવી રહ્યું છે, કે, WhatsAppની પહોંચ દેશના 40 કરોડ યૂજર્સ હોય શકે છે. ખાસ કરીને રિટેલ પેમેન્ટ માટે WhatsApp ઉપયોગ લોકપ્રિય થઈ શકે છે. તાજેતરમાં, ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે પણ WhatsApp પેની કામગીરીને મંજૂરી આપવાનો સંકેત આપતા કહ્યું હતું કે, જો તેઓ નિયમોનું પાલન કરવાની ખાતરી આપે તો તેમને લાઇસન્સ આપવામાં આવી શકે છે.