WHO એ ફરી એકવારસંસ્થાના પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રના ડિરેકટર તાકેશી કસઈએ જણાવ્યું હતું કે, ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના કેટલાક લોકોને ખબર પણ નથી કે તેઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યાં કોરોના પહેલાં કાબૂમાં આવી ગયો હતો તેવા કેટલાક દેશમાં તેનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક દેશોમાં ફરી લોકડાઉન લગાવાઈ રહ્યું છે. એશિયા પેસિફિક રિજિયનમાં મહામારી બીજા સ્ટેજમાં પહોંચી ગઈ છે.
વેક્સિનની રાહ જોયા વિના દરેક દેશ પોતાની જાતે બચવાના રસ્તા શોધે : WHO
ન્યૂઝીલેન્ડમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ૬ દિવસના વિરામ પછી ફરી એકવાર ૯ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ મુદ્દે ટ્રમ્પે ન્યૂઝીલેન્ડ સામે કટાક્ષ કરતા કહ્યું કે તેઓ મને બતાવવા માટે સંક્રમણ ઘટવાનો દાવો કરતા રહ્યા હતા.