લોકડાઉનમાં પતિ ક્વોરન્ટાઈન થયો ત્યારે જ પત્નીએ અનલોક-1 શરૂ થતાની સાથે જ તેના પ્રેમની સાથે ફરાર થવાની પ્લાનિંગ કરી લીધી હતી. પરંતુ પોલીસે બંનેને તેમના ઘરે જઈને દબોચી લીધા હતા. આ સમગ્ર ઘટના બેગૂસરાય બખરીના શકરપુરાની છે. ખગડિયા જિલ્લાના વિજયના લગ્ન એક વર્ષ પહેલા બેગૂસરાયની વિમલાની સાથે થઈ હતી.
લગ્નના 9 મહિના બાદ વિજય વિમલાને તેના સાસરે લઈ ગયો હતો અને પોતે કામ માટે ગુજરાત ગયો હતો. વિમલા તેના પૂર્વ પેમી સાથે ફરીથી મળવા લાગી. ત્યારે જ લોકડાઉન બાદ વિજય ગુજરાતથી પરત આવી ગયો હતો પરંતુ લોકડાઉનને કારણે તેને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈમાં રહેવું પડ્યું હતું. ક્વોરન્ટાઈન બાદ વિજ્ય જ્યારે તેના સાસરે શકરપરા પહોંચ્યો હતો પત્નીએ તેના પ્રેમી સાથે ભાગવાની યોજના બનાવી નાંખી અને સારવારના બહાને પતિની સાથે બેગૂસરાય આવી ગઈ હતી.
બેગૂસરાયમાં વિમલા પતિને છોડીને પ્રેમી કુંદન સાથે ફરાર થઈ ગઈ પરંતુ પતિએ પોલીસને ઘટનાની જાણ કરી દીધી હતી અને પોલીસે બંનેની અટકાયત કરી લીધી હતી. વિમલા તેના પ્રેમીની સાથે રહેવાની વાત પર અડગ છે અને હવે પતિ આ બાબતને પંચાયતમાં ઉઠાવવાની વાત કરી રહ્યો છે. મહિલાના પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સંજય મિશ્રાના જણાવ્યા મુજબ, પતિની ફરિયાદ બાદ તમામને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. વિમલાને હાલ તેના પતિની સાથે ઘરે મોકલી દેવામાં આવી છે.