હાલના ચાલુ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થયું હતું અને અત્યારે તે ભારતના ઘણા હિસ્સામથી વિદાય લેવાની તૈયારી કરી રહયુ છે. અને અત્યાર થી જ સવાર-સાંજના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંજે, થોડી ગરમી હોય છે, પરંતુ સવાર સુધીમાં તે ઠંડીમાં તબદીલ થઈ જાય છે. ચોમાસુ વિદાયની તૈયારી કરી રહયુ છે, ત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે, આ વખતે જલ્દીથી ઠંડીનો પ્રારંભ થશે.
છેલ્લા એક અઠવાડિયાથી સવાર અને સાંજના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. જો કે ચોમાસુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં સક્રિય છે જે આગામી સપ્તાહ સુધીમાં સંપૂર્ણ રીતે વિદાઇ લઈ લેશે. આ કારણે, આ વખતે ઠંડી તેના સમય કરતાં થોડી વહેલી અને વધારે પડી શકે છે.
હવામના વિભાગના જણાવ્યા અનુસાર સવારે અને સાંજે ધુમ્મસ સાથે થોડી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. સવાર અને સાંજની હવામાં ઠંડી પણ વધી છે. આવી સ્થિતિમાં ઓકટોબેરના અંતિમ સપ્તાહમાં લોકોને ભારે ઠંડીનો અનુભવ થશે.
ઉત્તર ભારતમાં, ઠંડી નવેમ્બરથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી રહે છે. જો કે, આ વખતે ઓક્ટોબરના અંતિમ સપ્તાહથી ઠંડીનો દબદબો રહેશે. હવામાન નિષ્ણાંતો માને છે કે આ વખતે બમ્પર ઠંડી રહેશે.