દરેક વ્યક્તિ હવે શિયાળાની રાહ જોઈ રહ્યા છે. અમારા વડીલો કહેતા હતા કે પહેલાના સમયમાં ભારતમાં સપ્ટેમ્બર મહિનાથી ઠંડી ચાલુ થઇ હતી. અને દશેરા પર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી રહેતી હતી.
પરંતુ આજકાલ એવું નથી, બદલાતા વાતાવ્ત્રને કારણે બધું જ બદલાઈ ગયું છે. શિયાળો હવે ફક્ત બે થી ત્રણ મહિના માટે જ હોય છે. આજ ની વાત કરીએ તો અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે પરંતુ ઠંડીનું નામોનિશાન જોવા નથી મળતું. દરેકના મનમાં વિચાર ચાલુ છે કે ક્યારે ઠંડી પડશે.
તો ચાલો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન વિભાગે કહ્યું છે કે 20 નવેમ્બર પછી હવામાન બદલાશે, ત્યારબાદ અચાનક હદ થીજી નાખતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થયા પછી, દિલ્હી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડી શરૂ થશે.
બંગાળની ખાડીમાં બુલબુલ અને અરબી સમુદ્રમાં ભારે તોફાનની સાથે અત્યારે દિલ્હી એનસીઆરમાં ઘણું પ્રદૂષણ છે. લો પ્રેશર ક્ષેત્ર રહે છે. દિવસમાં ઠંડીનો અહેસાસ થતો નથી, પરંતુ રાત્રી એ થોડો ઘણો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન સ્પષ્ટ રહેશે, ત્યારબાદ હિમાચલ પ્રદેશથી આવતી ઠંડી હવા ઝડપથી દિલ્હી થઈને બિહાર પહોંચશે, જે પછી અચાનક ઠંડીની શરૂઆત થશે