સમય રહેતા લોકડાઉન નો નિર્ણય ન કર્યો હોત તો દેશમાં અત્યારે સ્થિતિ ઘણી ખરાબ થઈ શકતી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી નિપટવા માટે લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઘણી મહત્વપૂર્ણ છે.
જો આપણે આ રીતના પગલાં ના ઉઠાવ્યા હોત તો દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ સુધી પહોંચી ગઈ હોત.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાથી નિપટવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આપણે એક ગ્રેડેડ અપ્રોચ અપનાવ્યો છે. દેશમાં ફક્ત કોરોના વાયરસ સાથે જોડાયેલા કેસની સારવાર માટે 586 હોસ્પિટલ છે. દેશમાં એક લાખથી વધારે આઈસોલેશન બેડ છે.
લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના કુલ 7447 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 643 લોકો સ્વસ્થ થયા છે. શનિવારે કોરોના વાયરસના કારણે 40 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 239 લોકોનો મોત થયા છે.