ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો એક ભયાનક મામલો સામે આવ્યો છે. અહીં દારૂડિયા અને જુગારી પતિએ પોતાની પત્નીને જ દાંવ પર લગાવી દીધી. તે બાદ પતિના મિત્રોએ મહિલા સાથે ગેંગરેપ કર્યો. મહિલાએ કોર્ટમાં દલીલ કર્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ફરાર છે અને કેસમાં હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં નથી આવી.

પીડિત મહિલાએ જણાવ્યું, એક મહિના પહેલાં તેની સાથે યૌન શોષણ થયું. તેના પતિને દારૂ અને જુગારની લત છે. તે પોતાના મિત્ર અરુણ સાથે જુગાર રમતો હતો અને અરુણ સાથે તેનો સંબંધી અનિલ પણ હતો. આ ખેલમાં એકવાર જ્યારે મહિલાનો પતિ બધા જ પૈસા હારી ગયો તો તેણે પોતાની પત્નીને જ દાવ પર લગાવી દીધી અને તેને પણ હારી ગયો. તે બાદ અરુણ અને અનિલે તેના પર બળાત્કાર ગુજાર્યો.

બીજીવાર પતિના મિત્રોએ કર્યો ગેંગરેપ
મહિલાએ જણાવ્યું કે આ ઘટના બાદ તે પોતાના મામાના ઘરે ચાલી ગઇ. થોડા દિવસો બાદ તેના પતિએ માફી માંગી અને કહ્યું કે તેનાથી ભૂલ થઇ ગઇ. તેણે જણાવ્યું કે માફી માંગ્યા બાદ મહિલા પતિ સાથે કારથી રવાના થઇ. રસ્તામાં પતિએ કાર ઉભી રખાવી અને તેના મિત્રોએ ફરી એકવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ.