લખનઉના મડિયાંવ વિસ્તારના ભગત નગરમાં સવિતા નામની વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી. વૃદ્ધ મહિલાએ ગામના ત્રણ લોકોને ભાડા પર રૂમ આપ્યા હતા. દરમિયાન ભાડુતો પંચાયત ચૂંટણીમાં પોતાના ગામ જતા રહ્યા હતા અને મહિલા ઘરમાં એકલી રહેતી હતી. આ કેસમાં સમાજસેવી ઈમદાદનું કહેવું છે કે તેમને ફોન પર માહિતી મળી હતી કે કોવિડ સંક્રમિત વૃદ્ધ મહિલાનું તેના ઘરે મોત થયું છે. જે ઘરે એકલી રહેતી હતી. મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો,જે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને શરીરના અંગ કુતરાઓ ખાતા હતા, મૃતદેહની આજુબાજુ ત્રણ જાનવરો હતા. એમ્બ્યુલેન્સ ન મળવાને લીધે મહિલાના મૃતદેહને ખાનગી વાહન મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા દિવસો અગાઉ મહિલાને ખૂબ જ તાવ આવ્યો હતો. પોલીસ મહિલાના પરિવારજનોની શોધખોળ આદરી છે. ત્રણ વર્ષ અગાઉ પતિનું મોત થયું હતું ત્યારથી તેઓ એકલી રહેતી હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.
