વાસ્તુ ઍક્સપર્ટ મયંક રાવલે ‘નિર્ભયા અન્થમ’ લખ્યું છે.આ સોંગમાં રેપ પીડિતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.‘નિર્ભયા એન્થમ’માં સંદેશ અપાયો છેકે પીડિતાએ હિંમતથી લડાઈ લડવી જોઈએ.અમદાવાદની સાત યૂવતીઓ સાથે મળી ‘નિર્ભયા એન્થમ’ તૈયાર કર્યું છે.આ યૂવતીઓમાંથી કેટલીક યૂવતીઓએ ગીત ગાયું છે તો ડિરેક્શન પણ આ યૂવતીમાંથી જ એક યૂવતી વિશ્વા રાવલે કર્યું છે.વિશ્વા રાવલ,વિધી મિસ્ત્રી,જહાન્વી સોલંકી,ઈશીતા પરમાર,આયુસી પરમાર,ખુશી શાહ અને રાજવી ગાંધીએ અભિનય કર્યો છે.YouTube ચેનલ Mayank Rawal’s Life Design Studio પર આ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે.
