પ્રેગ્નન્સીમાં ઘણીવાર શોષણનો શિકાર બને છે, આથી દરેક વર્કિંગ પ્રેગ્નન્ટ મહિલાઓને આ જાણવું જરૂરી છે. તે મહિલા કર્મચારીઓને રોજગારની ગેરન્ટી આપવાની સાથે તેમને મેટરનિટી બેનિફિટના અધિકારી બનાવે છે, જેથી બાળકની સારી રીતે દેખભાળ કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, નવજાતને શરૂઆતના 6 મહિના સુધી દૂધ પિવડાવવું અનિવાર્ય હોય છે, જેને લીધે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થાય, આથી વર્કિંગ વુમનને રજા આપવામાં આવે છે. આ દરમિયાન મહિલા કર્મચારીને આખી સેલરી આપવામાં આવે છે. આ કાયદો સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ પર લાગુ થાય છે, જ્યાં 10 કે એનાથી વધારે કર્મચારી કાર્યરત છે. માતૃત્વ લાભ અધિનિયમ 1961 હેઠળ પ્રથમ 24 અઠવાડિયાં રજા આપવામાં આવતી હતી, હવે એ વધારીને 26 અઠવાડિયાં કરી દીધાં છે. મહિલા ઈચ્છે તો ડિલિવરીનાં 8 અઠવાડિયાં પહેલાં મેટરનિટી લીવ લઈ શકે છે.
પ્રથમ અને બીજા બાળક માટે 26 અઠવાડિયાંની મેટરનિટી લીવની જોગવાઈ છે. ત્રીજા કે એનાથી વધારે બાળકો માટે 12 અઠવાડિયાંની લીવની જોગવાઈ છે. 3 મહિનાથી ઓછી ઉંમરનાં બાળકોને દત્તક લેનારી કે સરોગેટ મહિલાઓને પણ 12 અઠવાડિયાંની રજા આપવામાં આવશે. આ રજા લેવા માટે કોઈપણ મહિલાને એ કંપનીમાં છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછા 80 દિવસોની પ્રેઝન્ટ હોવી જોઈએ. જો કોઈ સંસ્થા કે કંપની આ કાયદાનું પાલન નથી કરતી તો કંપનીનાં મલિકને સજાની જોગવાઈ પણ છે. ઉપરાંત પત્ની અને નવજાત બાળક માટે પિતા પણ પેડ લીવ લઈ શકે છે. ફાધર માટે લીવ 15 દિવસની હોય છે. એનો ફાયદો પુરુષ નોકરી દરમિયાન બે વખત લઈ શકે છે. ગર્ભવતી મહિલાને રજા ના આપવા પર 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કોઈપણ કંપની પ્રેગ્નન્ટ મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન મેડિકલ લાભ નથી આપતી તો એની પર 20,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.