ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઇચ્છા રાખનાર મહિલા ઉમેદવારો માટે ખુશખબર છે. હકીકતમાં કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે ઘોષણા કરી છે કે રેલવેમાં થનારી 9 હજારથી વધુ કોન્સ્ટેબલો અને સબ-ઇન્સ્પેક્ટરોના પદોની ભરતીમાં મહિલાઓને 50 ટકા પદ આપવામાં આવશે. એટલે કે 50 ટકા પદો પર ફક્ત મહિલાઓની ભરતી કરવામાં આવશે. આ મહિલાઓ માટે સોનેરી તક સાબિત થશે
જણાવી દઇએ કે જાન્યુઆરી 2019માં, ભારતીય રેલવેએ 2021 સુધી 10 ટકા અનામત અંતર્ગત 4 લાખથી વધુ લોકોને રોજગાર આપવાના નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાનમાં ભારતીય રેલવેમાં 15.06 લાખ કર્મચારીઓની સ્વીકૃત સંખ્યા છે, જેમાંથી 12.23 લાખ કર્મચારી કાર્યરત છે જ્યારે બાકી રહેલા 2.82 લાખ પદ ખાલી છે.
પીયૂષ ગોયલે કહ્યું, ગત વર્ષે અમે 1.51 લાખથી વધુ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં 1.31 લાખ પદ ખાલી રહી ગયા હતા. આ સાથે જ આવનારા બે વર્ષોમાં લગભગ 99,000 પદો ખાલી થઇ જશે. કારણ કે વર્તમાનમાં કામ કરી રહેલા રેલવે કર્મચારી રિટાયર થઇ જશે.
2 વર્ષમાં ભરાશે 2.3 લાખ પદ
રેલ મંત્રીએ જાન્યુઆરીમાં ઘોષણા કરી હતી કે 2.3 લાખ પદો માટે ભરતી આગામી બે વર્ષોમાં પૂરી થઇ જશે. 1.31 લાખ પદોની નવી ભરતીનું પહેલું ચરણ ફેબ્રુઆરી-માર્ચ 2019માં સરકારની અનામત નિતી અનુસાર શરૂ કરવામા આવ્યું હતું. જેમાં અનૂચૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉમેદવાર અનામત છે.