ભારત આંતરરાષ્ટ્રીય સ્તર પર તમાકુ ઉત્પાદનોનો બીજા નંબરનો સૌથી મોટો ઉપયોગકર્તા છે અને તમાકુ સંબંધિત બીમારીના કારણે દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે.
ભારે ભરખમ ટેક્સ લગાવવા છતાં, સખત ચેતવણીવાળા લેબલ લગાવ્યાં છતાં તમાકુના ઉપયોગમાં કોઈ ફર્ક પડ્યો નથી. કિશોરાવસ્થામાં ધૂમ્રપાન હવે દેશમાં એક મહામારીનું રૂપ લઈ ચૂક્યું છે.
ભારત વિશ્વના ૧૨ ટકા ધૂમ્રપાન કરનાર લોકોનું ઘર છે. આ સંખ્યા લગભગ ૧૨ કરોડ છે. ભારતમાં દર વર્ષે તમાકુના સેવનના કારણે ૧૦ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. હેરાન કરનારા આંકડાઓ પરથી જાણ થાય છે કે ભારતમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના ૨૪ વર્ષના બાળકોએ છેલ્લા કેટલાય સમયમાં તમાકુનો ઉપયોગ શરૂ કર્યો છે અને ૧૪ ટકા લોકો હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
ઘણા યુવાનો દર વર્ષે આ આદત શરૂ કરે છે. તમામ વ્યસ્ત ધૂમ્રપાન કરનારા લોકોમાં ૯૦ ટકા બાળકો હોય છે. ધૂમ્રપાન અને તમાકુનું સેવન કોઈ પણ શરીરની પ્રણાલીને ક્ષતિ પહોંચાડે છે અને ઘણા પ્રકારના કેન્સર તેમજ અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓ થાય છે.