જીવન એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે, તેમ છતા મનુષ્ય આત્મહત્યા કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની એક રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં દર વર્ષે લગભઘ આઠ લાખ લોકો આત્મહત્યા કરે છે. દર સેકેન્ડે એક વ્યક્તિ આત્મહત્યાના કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ આંકડો WHOની રિપોર્ટ પર આધારિત છે.
લોકોને જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક રીતે જે લોકો દુઃખી હોય છે. તેઓ પોતાની પરિસ્થિતિથી ડરીને જે લોકો આત્મહત્યા કરતા હોય છે. રામાયણ અને મહાભારતમાં પણ આત્મહત્યા વિશેનું લખાણ મળે છે તે અંગે તેઓએ વધુમાં કહ્યું કે, શ્રીરામનું મૃત્યુ થતાં અયોધ્યામાં રહેતા લોકોએ પણ આત્મહત્યા કરી હતી. શ્રીમદ્ભગવતગીતામાં આત્મહત્યાનો ઘણો જ તિરસ્કાર કરીને લખાયું છે કે, આત્મહત્યા કરે તેને શ્રદ્ધાંજલિ મળતી નથી.
વળી ઉપનિષદમાં કહ્યું છે કે, આત્મહત્યા કરો તો અંધારૃ મળે છે. વ્યક્તિની પોતાની મનની ઇચ્છાઓને પૂરી ન થતાં આત્મહત્યા કરતો હોય છે જેનાથી પોતાના ઘર પરિવાર અને સમાજ માટે દુઃખ ભરેલી ઘટના કહી શકાય છે.
આત્મહત્યા કરવામાં જુવાનીયાઓ મોખરે
દર વર્ષે આત્મહત્યા કરાનાર લોકો કેટલાય કારણોસર આત્મહત્યા કરે છે. સમગ્ર દુનયામાં થતી આ આત્મહત્યાના કારણે એક પરિવાર જ નહીં પરંતુ એક સમુદાય અને સમગ્ર દેશ પ્રભાવિત થાય છે. રિપોર્ટ અનુસાર 2016માં આત્મહત્યા કરાનાર મોટા ભાગના લોકોની ઉંમર 15થી 29ની વચ્ચે હતી.
આર્થિક તંગીના કારણે આત્મહત્યા
તમને જાણીને નવાઇ લાગશે કે આત્મહત્યા કરનાર મોટાભાગે લોકો ઓછી અને મધ્યમ આવકવાળા દેશ એટલે કે જે દેશમાં લોકોની પ્રતિવ્યક્તિ આવક ખુબ ઓછી છે ત્યાં આત્મહત્યાના કિસ્સા વધારે જોવા મળે છે. આત્મહત્યા કરનાર આ વર્ગની સંખ્યા 79 ટકા છે. આત્મહત્યા કરનાર લોકોની સંખ્યા દુનિયાભરમાં યુદ્ધ અને નરસંહારમાં માર્યા ગયેલા લોકો કરતા પણ વધારે છે.
આત્મહત્યાના પ્રકાર
આત્મહત્યા કરાનાર લોકો મોતને ભેટવા માટે અલગ-અલગ રસ્તા શોધે છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં આત્મહત્યા કરવાના ત્રણ પ્રકાર સૌથી વધારે જોવા મળ્યા છે. આત્મહત્યા કરવા માટે મોટા ભાગે લોકો ઝેરી પદાર્થ, ફાંસી કે બંદૂકનો ઉપયોગ કરો છે.
આ દેશોમાં સૌથી વધારે થાય છે આત્મહત્યા
સમગ્ર દુનિયામાં સૌથી વધારે આત્મહત્યાના કિસ્સા દક્ષિણ-પૂર્વ એશિયામાં સામે આવે છે. અહીં લગભગ 12 ટકાથી વધુ લોકોની મોતનું કારણ આત્મહત્યા હોય છે. યુરોપમાં પણ આત્મહત્યાના કિસ્સા પણ વધારે છે. અહીં આત્મહત્યા કરનાર પુરૂષોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ ઘણા વધારે છે.