કોરોના વાયરસને કારણે આગામી વર્ષની શરુઆતમાં બાળકોનો જન્મદરમાં ખૂબ જ મોટો વધારો જોવા મળશે. એટલે કે આ સમયે જે જુવાન યુગલ લોકડાઉન છે, તેમના કારણે સમગ્ર વિશ્વમાં બેબી બૂમ એટલે કે બાળકોનો જન્મદર વધારે જોવા મળી શકે છે.
આ ખુલાસો હાર્લે થેરાપીના ક્લિનિકલ ડાયરેક્ટર ડો. સેરી જેકબસને કર્યો છે. તેમણે કહ્યુ કે અમે તો માત્ર બ્રિટનનો જ અબ્યાસ કર્યો છે, જેમાં આગામી વર્ષની શરુમાં જ અહીં બેબી બૂમ આવશે. પરંતુ આ એ દેશોમાં પણ લાગૂ થશે જે લોકડાઉન છે. તેમના મુજબ આ સમયે લોકો ઘરોમાં બંધ છે, કંટાળાજનક સ્થિતિમાં આશા છે કે નવપરણત કે યુવા કપલ્સ તેમનો વંશવેલો આગળ વધારશે. આથી આ વર્ષની અંતમાં અને નવા વર્ષની શરુમાં દુનિયાભરમાં બાળકોનો જન્મદર વધે એવી આશા છે.
ડો. શેરી મુજબ લોકડાઉન કે શટડાઉનને કારણે ગર્ભનિરોધક ઉત્પાદનો બનાવતી કંપનીઓ બંધ છે. બજારમાં સ્ટોક ખતમ થવા આવ્યો છે. એવામાં પૂરેપુરી સંભાવના છે કે બેબી બૂમ થઇ જાય. કારણ કે યુગલો જે આટલા દિવસોથી ઘરમાં બંધ રહેશે તો આ પ્રકારે પોતાનો તણાવ દૂર કરી શકે છે.
ભારતમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં લગ્ન કરેલા નવ પરણિત જોડા અને પ્રેમી-પ્રેમિકાઓ જે સાથે છે તેઓ લોકડાઉન થયા છે. તેઓ મેડિકલ સ્ટોર્સથી કોન્ડોમ ખરીદી રહ્યા છે અથવા ઓનલાઇન પ્રોડક્ટ ખરીદી રહ્યા છે. લોકડાઉનના લીધે થિયેટર્સ બંધ, બજારો બંધ, મોલ બંધ… તેઓ ક્યાંય જઇ શકે એમ નથી. સમસ્યા એ છે કે વિતેલા દિવસોમાં મેડિકલ સ્ટોર્સ પર કોન્ડોમનો જથ્થો ખૂટી રહ્યો છે, તેના વેચાણમાં 25થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં કોન્ડોમના મોટા પેકેટનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. મેડિકલ સ્ટોર્સ પર પણ કોન્ડોમનો સ્ટોક 30 ટકા વધારી દીધો છે. પરંતુ સ્ટોકમાં અછત હોવાની જાણકારી છે.