ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય 2017માં લેવાયો હતો.એ પછી ડિસેમ્બર 2019માં 101 મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી.હાલમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.આ ટ્રેનિંગની શરુઆત જાન્યુઆરીમાં થઈ હતી.કુલ 61 વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે.હાલમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરુઆત 1992માં થઈ હતી તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ તેમને સેનામાં એન્ટ્રી મળતી હોવાથી તે માત્ર લેફટેનન્ટ કર્નલના પદ સુધી જ પ્રમોટ થઈ શકતી હતી.હવે ઓફિસર સિવાયની પોસ્ટ માટે મહિલાઓને પહેલી વખત સેનામાં સામેલ કરવામાં આવી છે.
