કોઇમ્બતુરના આ પરિવારે એક લોટરી કોઈ જીવનદાનથી ઓછી નથી. બાળકીનો પરિવાર દવાનો એક ડોઝ ખરીદવા માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો અને ફંડ ભેગું કરવાના પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ સારવારમાં કામ આવતી દવા જોલગેન્સમાં એટલી મોંઘી છે કે તેને ખરીદવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.આ ગ્વાનિ કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે તેનું કારણ છે કે આ દવા માત્ર ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે જ બનાવવામાં આવી છે. તેના રિસર્ચ માટે કરવામાં આવેલ ખર્ચ પણ ઘણો વધુ છે. દવા માટે આર્થિક સહાય એકઠી કરી રહેલા જૈનબના પિતા અબ્દુલ્લાએ પોતાની દીકરીનું નામ એક સંગઠનમાં નોંધાવ્યું જે તે પ્રકારના બાળકોની સારવાર કરાવે છે જેમને SMAની સમસ્યા હોય. અબ્દુલ્લા અને તેમની પત્ની આઈશાએ પોતાની બાળકીની સારવાર માટે પ્રધાનમંત્રી કર્યાલયથી લઈને વરિષ્ટ અધિકારીઓ સુધીના લોકોનો સંપર્ક કર્યો જેને લીધે તેમની બાળકીનો જીવ બચી શકે. આ બીમારીને કારણે વર્ષ 2018માં અબ્દુલ્લા-આઈશાએ પોતાનું પહેલું સંતાન પણ ગુમાવ્યું હતું અને આ વખતે કોઈપણ ભોગે તેઓ પોતાની દીકરીની સફળ સારવાર કરાવવા ઈચ્છે છે. ત્યારે શનિવારે અચાનક ચમત્કાર થઇ ગયો. અબ્દુલ્લાને એક ફોન કોલ આવ્યો અને જણાવ્યું કે લકી ડ્રો દ્વારા તેમની બાળકીએ આ દવા જીતી છે. જૈનબ ઉપરાંત અન્ય ત્રણ બાળકોને પણ આ દવા આપવામાં આવશે.
