સામાન્ય રીતે રેડિયો ગીત-સંગીત કે પછી સમાચાર સાંભળવા માટે ઉપયોગમાં આવે છે. પરંતુ હેમ રેડિયો માત્ર સાંભળવાનું નહીં, સંદેશો મોકલવા માટે પણ કામ લાગે એવુ ગેજેટ-ઉપકરણ છે. કુદરતી આફત વખતે હેમ રેડિયો વિશેષ ઉપયોગી થાય છે કેમ કે તેનું કમ્યુનિકેશન નેટવર્ક ખોરવાતું નથી. એટલે જ તાઉ-તે વાવાઝોડા વખતે પણ સરકારી તંત્રએ ગુજરાતના હેમ રેડિયો સંચાલકોની મદદ લઈ રહી છે.
હેમ રેડીયો ખાનગી ઓપરેટર પાસે પણ હોય છે. ગાંધીનગર ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કાર્યરત છે. દેશમાં હાલ ૪ર હજાર હેમ રેડીયોનાં લાયસન્સ ધારકો છે. ગુજરાતમાં 370 ઓપરેટરો છે. વહીવટી તંત્રએ એક ટીમની મદદ લઈને વાવાઝોડા વખતે પોરબંદર રવાના કરી હતી. આ ટીમ ગાંધીનગર ઈમરજન્સી સેલ સાથે પણ સતત સંપર્કમાં છે. સૌરાષ્ટ્રમાં જામનગર અને ભાવનગરમાં પણ હેમ ઓપરેટરો છે આપતીનાં સમયમાં તેમની પણ મદદ લેવામાં આવે છે. ભારતે 2005માં ખાસ હેમ રેડિયો ઓપરેટરો માટે હેમસેટ નામનો નાનકડો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો.અત્યારે તો રેડિયો એટલે એફએમ. જૂની પેઢી માટે રેડિયો એટલે સમાચાર અને મનોરંજનનું હાથવગુ માધ્યમ. હેમ રેડિયો એ બધાથી અલગ છે. તેનું નામ રેડિયો છે, કે કેમ કમ્યુનિકેશન માટે રેડિયોના સિગ્નલ મેળવવા-મોકલવાના સિદ્ધાંતો પર એ કામ કરે છે.
રેડિયો સિદ્ધાંતોનો વિકાસ કરનારા ત્રણ વિજ્ઞાની હેનરિચ હર્ટ્ઝનો એચ, એડવિન આર્મસ્ટ્રોંગનો એ અને માર્કોનીનો એમ એમ ત્રણ અક્ષર ભેગા કરી હેમ નામ અપાયું છે. હેમ રેડિયોમાં રિસિવર (જેના દ્વારા સંદેશો મળે) અને ટ્રાન્સમિટર (જેના દ્વારા સંદેશો મોકલી શકાય) એમ બે ડિવાઈસ હોય છે. આ હેમ રેડિયો એક પ્રકારનો ટેલિફોન છે, એમ કહી શકાય. તેની કામગીરી ઉપગ્રહોના આધારે ચાલતી હોવાથી, ધરતી પર આવતી આપત્તિઓ વખતે કામગીરી અટકતી નથી.કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે હેમ રેડિયો ખરીદી તેનો સભ્ય બની શકે છે. પરંતુ એ માટે તેણે ભારત સરકારના કમ્યુનિકેશન-ટેકનોલોજી મિનિસ્ટ્રીએ નક્કી કરેલી પરીક્ષા પાસ કરવી પડે છે. એ પરીક્ષા પાસ થયા પછી હેમ રેડિયો લાઈસન્સ અપાય છે. જરૃર લાગે તો લાઈસન્સ આપતા પહેલા પોલીસ તપાસ પણ કરવામાં વે છે. આ સંદેશાવ્યવહારનું મહત્વપૂર્ણ માધ્યમ હોવાથી કોઈ વ્યક્તિ ખોટો મેસેજ પ્રસારિત ન કરે કે મજાક ન કરે એટલા માટે આવી તકેદારી લેવાય છે.
