યસ બેંકનાં ગ્રાહકોની તમામ મુશ્કેલીઓ હવે 18 માર્ચનાં રોજ પુરી થઈ જશે. નાણાંમંત્રાલય પહેલાં જ કહી ચૂક્યું છે કે બેંક પર લાગેલ 3જી એપ્રિલ સુધીનું મોરાટોરિયમ 18 માર્ચનાં રોજથી હટાવી લેવામાં આવશે. હવે યસ બેંકે પણ ટ્વિટ કરીને પોતાનાં ગ્રાહકોને ખાતરી આપી છે. યસ બેંકે કહ્યું કે, બેંક 18 માર્ચ સાંજનાં 6 વાગ્યાથી તમામ સેવાઓ હવે પહેલાંની જેમ જ શરૂ કરી દેશે.
આનો અર્થ એ થયો કે 19 માર્ચનાં રોજથી બેંકનાં ગ્રાહકોને બેંકની તમામ સારી એવી સર્વિસ મળવા લાગશે. તેઓ 50 હજાર રૂપિયાથી વધારે રકમ બિલકુલ સરળતાથી નીકાળી શકશે. બેંકે ટ્વિટ કરીને જણાવ્યું કે ગ્રાહકો અમારી 1132 બ્રાન્ચમાંથી કોઇ પણ બ્રાન્ચ પર જતા નિરાશ નહીં થાય. આ સિવાય, ડિજિટલ સર્વિસેઝ અને પ્લેટફોર્મ્સ પર પણ કોઇ પણ પ્રકારની નારાજગી જોવા નહીં મળે.