જો તમે પણ સસ્તું પેટ્રોલ ઈચ્છો છો તો આ યુનિયન બેન્કના કારણે સંભવ થઇ શકે છે. યુનિયન બેન્કે એક એવો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે, જેથી તમારા માટે ફ્યુલની કિંમત ઓછી થઇ જશે. ખરેખર, આ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ઘણા રીવોર્ડ મળે છે, જેને તમે બીજી જગ્યા પર ઉપયોગ કરી શકો છો.યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડે કો-બ્રાન્ડેડ કોન્ટેકલેસ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ કાર્ડથી તમારા માટે પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી નહિ થાય, પરંતુ તમને પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ફાયદો મળશે, જેને તમે બચતના રૂપમાં જોઈ શકે છે. એવામાં જાણીએ છે કે આ કાર્ડના ઉપયોગથી કેવી રીતે ફાયદો થઇ શકે છે.જો તમે આ કાર્ડ લો છો તો તમને 16X રીવોર્ડ પોઇન્ટ મળશે, જેનો દેશભરમાં 18000થી વધુ HPCL આઉટલેટ પર ફાયદો ઉઠાવી શકાય છે.
આમ જોવા જઈએ તો આ 4% કેશલેસ બરાબર હશે. જો તમે HP પે વોલેટના માધ્યમથી ઇંધણની ચુકવણી કરો છો તો ગ્રાહક HPCLથી વધુ 1.5% રીવોર્ડ પોઇન્ટ પ્રાપ્ત થશે. HPCL છૂટક દુકાનો પર ઇંધણ લેણદેણ માટે ગ્રાહકને 1% ઇંધણ અધિભાર છૂટનો લાભ મળશે. સૌથી પહેલી વખત કો-બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડને NCMC (નેશનલ કોમન મોબિલીટી કાર્ડ) સુવિધા સાથે શરૂ કરવામાં આવી રહ્યું છે. આનાથી મેટ્રો, બસ, ટેક્સી, ઉપનગરીય રેલ્વે, ટોલ પર અને છૂટક ખરીદી માટે મુસાફરી દરમ્યાન કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકશે અને આ ટોપ- અપ પણ કરી શકાય છે. આમ, એક કાર્ડ સાથે તમામ પ્રકારની આવશ્યકતાઓ માટે ચુકવણી કરી શકાય છે, જેથી ઘણા કાર્ડ રાખવાની જરૂર ન પડે. યુબીઆઈ-એચપીસીએલ કોન્ટ્રેક્ટલેસ રૂપે કાર્ડ વપરાશકર્તાઓને 300 રૂપિયાનું સ્વાગત બોનસ પણ હશે જે એક્ટીવેશનના 60 દિવસની અંદર કોઈ પણ HPCL રિટેલ આઉટલેટ ઇંધણ ખરીદવા માટે ઉપયોગ કરી શકો છો. ઉપરાંત, જો ગ્રાહકને 5000 રૂપિયા.