મોટાભાગનાં લોકોએ લાઈફમાં એકવાર તો પોર્ન ફિલ્મ જોઈ જ હશે, અને એક યા બીજા કારણસર પોર્ન જોવું ગમતું હોય તેવું પણ શક્ય છે. પોર્ન જોઈને ભલે કોઈને આનંદ મળતો હોય, પરંતુ હકીકત એ છે કે નિયમિત પોર્ન જોવું અને તેમાંય તેની લત પડી જવી ગંભીર બાબત છે, જેના કારણે પુરુષોમાં ઉત્તેજનામાં કમી જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.
સેક્સ કરતી વખતે ઉત્તેજના ટકાવી રાખવામાં નિષ્ફળતા પુરુષોને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. તે તમારા સેલ્ફ કોન્ફિડન્સને તો ચકનાચૂર કરી જ નાખે છે, પરંતુ તેની સાથે તમારા માટે અનેક હેલ્થ કૉમ્પ્લિકેશન્સ પણ સર્જે છે. ઉત્તેજનામાં કમીનું મુખ્ય કારણ તમારી પોર્ન જોવાની આદત પણ હોઈ શકે છે. આમ તો આ સમસ્યા મોટી ઉંમરના લોકોને પરંતુ હવે યુવાવયના લોકો પણ તેનો શિકાર બનવા લાગ્યા છે.
આ સમસ્યાની ગંભીર બાબત એ છે કે તેના વિશે કોઈને કહેતા પુરુષ અચકાય છે. તે જલ્દી ડૉક્ટર પાસે પણ નથી જતો. જોકે, હવે તેના માટે ડૉક્ટર્સે ટ્રીટમેન્ટ શોધી કાઢી છે, જેમાં એક્સર્સાઈઝની મદદથી ઉત્તેજનામાં આવેલી કમીનો ઈલાજ કરી શકાય છે. આ ઉપરાંત, તેના ટેમ્પરરી સોલ્યૂશન માટે વાયગ્રાનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
પોર્નોગ્રાફી જ છે સમસ્યાનું મુખ્ય કારણ
સેક્સપર્ટ્સનું માનીએ તો, હવે 20 વર્ષની ઉંમરના છોકરાઓમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. જેમાંના મોટાભાગના પોર્નોગ્રાફીની લત ધરાવતા હોય છે. માત્ર પોર્નોગ્રાફીને કારણે જ આવું થાય છે તેવું નથી, પરંતુ આ સમસ્યામાં પોર્નોગ્રાફી મુખ્ય કારણ હોઈ શકે છે તેવું સેક્સપર્ટ્સનું માનવું છે.
આ કારણો પણ જવાબદાર
પોર્ન જોઈને નાની વયથી જ યુવાનો વધુ પડતું હસ્તમૈથુન કે પછી સેક્સ કરવા લાગે છે, જે તેમને થોડા સમય પછી નડવાનું શરુ થઈ જાય છે. આ સિવાય નબળું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય, વધારે પડતું સ્મોકિંગ કે ડ્રિંકિંગ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ પણ તેના માટે કારણભૂત હોઈ શકે છે. અપૂરતી ઊંઘ, સ્ટ્રેસ, ડિપ્રેશન, ટેન્શનને કારણે પણ ઉત્તેજનામાં કમીની સમસ્યા સર્જાય છે.