જો તને પોણ ઑનલાઇન ખાવાનું મંગાવતા હોય તો એક ખરાબ સમાચાર છે તમારા માટે. છેલ્લા કેટલાક સમય દરમિયાન ડિલીવરી ચાર્જિસના નામે વધારાના પૈસા વસૂલવામાં આવે છે. જો તમે તમારા ઓર્ડરને પૂરેપૂરો જોશો તો આ વાત સમજાઇ જશે.
ડાયનૈમિક પ્રાઇસિંગ દ્વારા પણ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે. ઓર્ડર કેન્સલ કરવાના નિયમો પણ કડક કરી દેવામાં આવ્યા છે. આ બધાની સીધી અસર ઓર્ડરની સંખ્યા પર પણ પડી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઓનલાઇન્સ એપ્સના ઓર્ડરમાં માસિક 5-7 % નો ઘટાડો જોવા મળ્યો છે.
ગયા અથવાડિયે જ Zomato એ Uber eats ને ટેકઓવર કર્યું છે. આ ડીલ બાદથી જ Zomato એ “ઑન ટાઇમ અથવા ફ્રી ડિલીવરી” ની શરૂઆત કરી છે, તેનો અર્થ એ થાય છે કે, જો કસ્ટમર સિલેક્ટેડ રેટોરાંમાંથી ખાવાનું મંગાવવા પર 10 રૂપિયા ચૂકવવા તૈયાર હોય તો, તેને નક્કી સમયની અંદર ઓર્ડર ડિલીવર કરી દેવામાં આવશે. જો આમ નહીં થઈ શકે તો, Zomato આ ઓર્ડર મફતમાં આપશે.
Zomato એ ગોલ્ડ મેમ્બરશિપના પણ ભાવ વધારી દીધા છે, Swiggy એ પણ કેટલાંક શહેરોમાં ડિલીવરી ચાર્જિસ વધારી દીધા છે અને પોતાના લૉયલ્ટી પ્રોગ્રામ ‘Super’ ને પણ મોંઘો કરી દીધો છે. બંને એપ્સે અંતર પ્રમાણે ડિલીવરી ચાર્જ વસૂલવાના શરૂ કર્યા છે.
Zomato એ પીક અવર્સ દરમિયાન ઓર્ડર પર 25 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવાનો શરૂ કર્યો છે, પહેલાં ‘મીલ ફોર વન’ ની ડિલીવરી ફ્રીમાં થતી હતી, હવે તેના માટે પણ 11 રૂપિયા લેવામાં આવે છે.