રશિયા આયોજિત ગ્લોબલ કોમ્પિટિશનમાં મૌલિક પંચોલીની સિદ્ધિ, વૈશ્વિક સ્તરે મેળવ્યો 35મો એવોર્ડ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

ગૌરવ: હિંમતનગરના ફોટોગ્રાફર મૌલિક પંચોલીએ રશિયામાં ડંકો વગાડ્યો, ૧૭૫ દેશો વચ્ચે ટોપ ૨૧૦૦માં સ્થાન પ્રાપ્ત કર્યું

સાબરકાંઠાના હિંમતનગર માટે ગર્વની વાત સામે આવી છે. હિંમતનગર ફોટોગ્રાફર-વીડિયોગ્રાફર એસોસિએશનના પ્રમુખ મૌલિક અરવિંદભાઈ પંચોલીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. રશિયા દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘૩૫ એવોર્ડ્સ – ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ’માં મૌલિક પંચોલીએ પોતાની કળાના દમ પર વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

himatnagr.jpeg

- Advertisement -

૧.૧૨ લાખથી વધુ ફોટોગ્રાફર્સ વચ્ચે પંચોલીની ઝળહળતી સિદ્ધિ

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું સ્તર કેટલું મોટું હતું તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, તેમાં વિશ્વના ૧૭૫ દેશોના કુલ ૧,૧૨,૬૩૯ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી ૪,૬૧,૩૫૮ જેટલા ફોટોગ્રાફ્સ સામેલ કરવામાં આવ્યા હતા. આટલી વિશાળ સ્પર્ધામાં મૌલિક પંચોલી દ્વારા મોકલવામાં આવેલા ત્રણ ફોટાઓને વિશેષ પસંદગી મળી હતી.

‘ધ ગ્રેટ ફોટોગ્રાફર’ તરીકે મેળવ્યું સ્થાન

મૌલિક પંચોલીએ પોતાની ઉત્કૃષ્ટ ફોટોગ્રાફી દ્વારા સ્પર્ધામાં મોકલેલા ત્રણેય ફોટાને ટોપ ૨૫૦૦માં સ્થાન અપાવ્યું હતું. આ સાથે જ, આ સ્પર્ધામાં મૌલિક પંચોલીને ‘ધ ગ્રેટ ફોટોગ્રાફર’ તરીકે ટોપ ૨૧૦૦માં સ્થાન પ્રાપ્ત થયું છે, જે હિંમતનગર માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આ સિદ્ધિ બદલ તેમને ‘૩૫ એવોર્ડ્સ – ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

- Advertisement -

himatnagr1

સાબરકાંઠામાં ખુશીનો માહોલ

એક નાનકડા શહેરના ફોટોગ્રાફરે જ્યારે વૈશ્વિક મંચ પર આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે હિંમતનગરના ફોટોગ્રાફર-વીડિયોગ્રાફર એસોસિએશન તેમજ મૌલિક પંચોલીના મિત્રવર્તુળમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠાના કલાપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા મૌલિક પંચોલી પર અભિનંદનનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.