PBKS ને પહેલીવાર ચેમ્પિયન બનાવવા પોન્ટિંગે તૈયાર કર્યો ‘માસ્ટર પ્લાન’, ખેલાડીઓને આપી આ મોટી સલાહ

3 Min Read

IPL 2026: પંજાબ કિંગ્સના ખેલાડીઓને રિકી પોન્ટિંગનો ‘ગુરુમંત્ર’, ટ્રોફી જીતવા માટે આપ્યો આ ખાસ ફોર્મ્યુલા

IPL 2026 ની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સના કેમ્પમાં જોશ જોવા મળી રહ્યો છે. ટીમના નવા હેડ કોચ અને દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમને પ્રથમ વખત આઈપીએલ ટ્રોફી જીતવા માટેનો ‘ગુરુમંત્ર’ આપ્યો હતો. પંજાબની ટીમ હજુ પણ તેના પ્રથમ ખિતાબની શોધમાં છે અને પોન્ટિંગ માને છે કે જો ખેલાડીઓ યોગ્ય માનસિકતા સાથે મેદાનમાં ઉતરે તો આ સપનું સાકાર થઈ શકે છે.

ricky.jpg

- Advertisement -

શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ફરી ઈતિહાસ રચવાની તૈયારી

ગયા વર્ષે એટલે કે IPL 2025માં શ્રેયસ અય્યરની કેપ્ટન્સી હેઠળ પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી, પરંતુ કમનસીબે આરસીબી (RCB) સામે તેમનો પરાજય થયો હતો. આ સિઝનમાં પણ અય્યર ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. પોન્ટિંગે ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ ગયા વર્ષના શાનદાર પ્રદર્શનમાંથી આત્મવિશ્વાસ મેળવે અને મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે.

ફિટનેસ અને તૈયારી પર પોન્ટિંગનો ભાર

રિકી પોન્ટિંગના મતે ટ્રોફી જીતવા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી, પરંતુ શારીરિક અને માનસિક ક્ષમતા પણ એટલી જ જરૂરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “તમારે ૩૧ માર્ચે રમાનારી પ્રથમ મેચ માટે શારીરિક, તકનીકી અને માનસિક રીતે તૈયાર રહેવું પડશે. આ બધું તમારી ટ્રેનિંગ અને તૈયારી પર નિર્ભર છે.” પંજાબ કિંગ્સ આ સિઝનની પોતાની પ્રથમ મેચ 31 માર્ચે મુલ્લાનપુરમાં ગુજરાત ટાઇટન્સ સામે રમશે.

- Advertisement -

“ભૂલોથી ડરશો નહીં, પ્લાન મુજબ રમો”

પોન્ટિંગે ખેલાડીઓનું મનોબળ વધારતા કહ્યું કે રમત દરમિયાન ભૂલો થવી સ્વાભાવિક છે. તેમણે ખેલાડીઓને સૂચના આપી છે કે તેઓ ટીમની વ્યૂહરચના (Plan) મુજબ જ રમે. પોન્ટિંગે કહ્યું, “આપણે બધા ભૂલો કરીએ છીએ. જો તમે રમતની રણનીતિ પર કાયમ રહીને કોઈ ભૂલ કરો છો, જેમ કે કેચ છૂટવો કે ખરાબ શોટ રમવો, તો તે મારા માટે ભૂલ નથી. તે રમતનો એક ભાગ છે. બસ, તમારે તમારી યોજના પર વિશ્વાસ રાખવાની જરૂર છે.”

2rickey.jpg

ગયા વર્ષનું પ્રદર્શન પંજાબ માટે પ્રેરણા

IPL 2025 પંજાબ કિંગ્સ માટે યાદગાર રહ્યું હતું. લીગ સ્ટેજમાં ટીમે 19 પોઈન્ટ્સ સાથે ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ખાસ કરીને કેપ્ટન શ્રેયસ અય્યરે 17 ઇનિંગ્સમાં 50.33ની સરેરાશથી 604 રન બનાવીને ટીમને મજબૂતી આપી હતી. આ વર્ષે પણ ફેન્સ અને મેનેજમેન્ટને અય્યર પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા છે.

- Advertisement -
TAGGED:
Share This Article