જેફ્રી એપસ્ટીન જીવતો છે? ફ્લોરિડાના રસ્તાઓ પર દેખાયા બાદ ‘પામ બીચ પીટ’નો ખુલાસો, 48 કલાકમાં 1 લાખ ફોલોઅર્સ વધ્યા
સોશિયલ મીડિયા પર એક વીડિયોએ રાતોરાત સનસનાટી મચાવી દીધી છે. લોકો હેરાન છે કે શું વર્ષો પહેલા જેનું મૃત્યુ થયું હતું તે જેફ્રી એપસ્ટીન ફ્લોરિડાના હાઈવે પર ગાડી ચલાવી રહ્યો છે? ચહેરો એ જ, વાળ પણ એવા જ અને અંદાજ પણ બિલકુલ મળતો આવે છે. પરંતુ હવે આ હમશકલ વ્યક્તિએ પોતે સામે આવીને અસલી સત્ય જણાવી દીધું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો હમશકલનો વીડિયો
ઇન્ટરનેટની દુનિયા ખરેખર અજીબ છે. તાજેતરમાં અમેરિકાના I-95 હાઈવે પર એક વ્યક્તિને ગાડી ચલાવતા જોવામાં આવ્યો, જેનો ચહેરો કુખ્યાત ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથે હૂબહૂ મળતો હતો. જોતજોતામાં આ વીડિયો આગની જેમ ફેલાઈ ગયો અને લોકો અવનવી થીયરીઓ બનાવવા લાગ્યા. શું એપસ્ટીન હજુ પણ જીવતો છે? શું તેના મૃત્યુના સમાચાર ખોટા હતા? આ સવાલોએ ઈન્ટરનેટ પર મોટી ચર્ચા છેડી દીધી હતી.
કોણ છે આ ‘પામ બીચ પીટ’?
જ્યારે આ વિવાદ વધુ વધી ગયો, ત્યારે વીડિયોમાં દેખાતા વ્યક્તિએ પોતે સ્પષ્ટતા કરવા માટે સામે આવવું પડ્યું. આ વ્યક્તિનું નામ ‘પામ બીચ પીટ’ (Palm Beach Pete) છે. પીટે એક વીડિયો જાહેર કર્યો જેમાં તે તડકામાં ઉભા રહીને હસતા હસતા કહી રહ્યો છે, “હું જેફ્રી એપસ્ટીન નથી, હું પામ બીચ પીટ છું.” તેણે જણાવ્યું કે તે માત્ર એક સામાન્ય નાગરિક છે જે પોતાની જિંદગી મજેથી જીવી રહ્યો છે.
NEW: Man who went viral for looking like Jeffrey Epstein speaks out.
“I’m not Jeffrey Epstein, I’m Palm Beach Pete.” pic.twitter.com/0B1CmQcukZ
— E X X ➠A L E R T S (@ExxAlerts) March 19, 2026
રાતોરાત નસીબ ચમક્યું: લાખો ફોલોઅર્સ વધ્યા
આ એક નાની એવી ગેરસમજે પીટનું નસીબ બદલી નાખ્યું છે. તેણે વીડિયોમાં જણાવ્યું કે માત્ર બે દિવસની અંદર તેના ફોલોઅર્સની સંખ્યા ૧ લાખને પાર કરી ગઈ છે. લોકો તેની સાદગી અને કૂલ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. પીટે તેના નવા ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તે ટેનિસ રમવા જઈ રહ્યો છે.
આમ, આ સમગ્ર મામલો માત્ર ચહેરો મળતો હોવાનો હતો. કુદરત ક્યારેક એવા કરિશ્મા કરે છે કે દુનિયા ચકરાવે ચડી જાય છે. હાલમાં તો પીટ પોતાની આ નવી મળેલી સ્ટારડમનો આનંદ માણી રહ્યો છે.
