એક શબ્દ બોલ્યા વગર અબજો કમાતો ખાબી લેમ ફરી ચર્ચામાં! પત્ની અને કરોડોની ડીલને લઈને સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

દુનિયાના નંબર 1 ટિકટોકર ખાબી લેમની $975 મિલિયનની ડીલ મુશ્કેલીમાં? પત્ની અને મિલકતને લઈને પણ શરૂ થઈ ચર્ચાઓ

સોશિયલ મીડિયાના સેન્સેશન અને દુનિયાના સૌથી મોટા ટિકટોકર ખાબી લેમ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. તેમની આશરે 1 અબજ ડોલરની બિઝનેસ ડીલ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. ઘણી બ્રોકરેજ ફર્મ્સ દ્વારા આ ડીલ સાથે જોડાયેલા સ્ટોક ટ્રેડિંગ પર રોક લગાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ તેમના છૂટાછેડાની અફવા અને મિલકતને લઈને પણ નવા ખુલાસા થઈ રહ્યા છે.

tiker31.jpg

શું છે 975 મિલિયનની આખી ડીલ?

ખાબી લેમે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમની કંપની ‘સ્ટેપ ડિસ્ટિંક્ટિવ લિમિટેડ’ને હોંગકોંગની ‘રિચ સ્પાર્કલ હોલ્ડિંગ્સ’ને વેચવા જઈ રહ્યા છે. આ સોદો અંદાજે $975 મિલિયન (આશરે રૂ. 8,000 કરોડથી વધુ) માં નક્કી થયો હતો. આ એક ‘ઓલ-સ્ટોક’ ડીલ હતી, એટલે કે તેમાં રોકડને બદલે શેર દ્વારા લેવડદેવડ થવાની હતી. પરંતુ હવે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓએ આ શેરના ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવી દેતા ખાબી લેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

- Advertisement -

પિતાના નામે મિલકત અને નેટવર્થ પર સવાલ

ખાબી લેમની નેટવર્થ અંદાજે 20 મિલિયન ડોલર (રૂ. 165 કરોડથી વધુ) છે. જોકે, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા છે કે ખાબી લેમ પોતાની કોઈ મિલકતના સીધા માલિક નથી. એવી ચર્ચા છે કે તેમની તમામ પ્રોપર્ટી અને ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ તેમના પિતાના નામે રજિસ્ટર્ડ છે. આ વાત બહાર આવતા જ ફેન્સ અને ઈન્વેસ્ટર્સમાં આશ્ચર્ય ફેલાયું છે કે આટલો મોટો ક્રિએટર પોતાના નામે કંઈ જ કેમ ધરાવતો નથી? જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

tiker3.jpg

ખાનગી જીવન અને પત્નીની ચર્ચા

પોતાની અંગત જિંદગીને હંમેશા કેમેરાથી દૂર રાખનારા 26 વર્ષીય ખાબી લેમે નવેમ્બર 2023માં ડેનિશ-સાઉથ આફ્રિકન મોડલ વેન્ડી થેમ્બેલીહલે જ્યુલ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પરંતુ અચાનક તેમના છૂટાછેડાના વિવાદો અને કાયદાકીય તપાસના સમાચાર આવતા ચાહકો ચોંકી ગયા છે. ખાબી લેમના ટિકટોક પર 160 મિલિયન અને સોશિયલ મીડિયા પર કુલ 360 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેના કારણે તેમની પર્સનલ લાઈફમાં થતી હલચલ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.