કિડનીના દર્દીઓ માટે ચેતવણી: આ 5 બ્રેકફાસ્ટ ફૂડ્સથી રહો દૂર, જાણો શું કહે છે ડોક્ટર
કિડનીના સ્વાસ્થ્ય માટે યોગ્ય નાસ્તો પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આપણે નાસ્તામાં કેટલાક ફૂડ્સનું સેવન ખૂબ જ ખુશીથી કરી લઈએ છીએ, પરંતુ તે આપણી કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે. નેફ્રોલોજી અને રીનલ ટ્રાન્સપ્લાન્ટેશન એક્સપર્ટ ડો. શશિધર શ્રીનિવાસ અનુસાર, કેટલાક સામાન્ય બ્રેકફાસ્ટ ઓપ્શન આપણી કિડની પર વધારાનું દબાણ લાવે છે અને લાંબા ગાળે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારી શકે છે.
કિડનીને નુકસાન પહોંચાડતા નાસ્તાના વિકલ્પો
ફ્રૂટ જ્યુસ:
બજારમાં મળતા પેકેજ્ડ ફળોના રસમાં ઘણીવાર ખૂબ જ વધારે ખાંડ હોય છે અને ફાઈબરની કમી હોય છે. તેનાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધારે ખાંડને કારણે કિડની પર પણ નકારાત્મક અસર પડે છે.
ફ્લેવર્ડ યોગર્ટ્સ:
ફ્લેવર્ડ યોગર્ટમાં વધારાની ખાંડ, આર્ટિફિશિયલ ફ્લેવર અને ફોસ્ફેટ્સ જોવા મળે છે. આ બધા કિડની પર દબાણ લાવી શકે છે અને બ્લડ પ્રેશર, સોજો અથવા પહેલાથી જ હાજર ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી પરિસ્થિતિઓને વધારી શકે છે.
ખાંડવાળા સિરીયલ્સ:
ખાંડથી ભરેલા સિરીયલ્સમાં હાઈ સુગર અને આર્ટિફિશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે. વધુ પડતી ખાંડના સેવનથી સ્થૂળતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને કિડની રોગનું જોખમ વધે છે. આ ઉપરાંત, તેમાં જરૂરી પોષક તત્વોની કમી હોય છે, જેનાથી ખાલી કેલરી મળે છે.
પ્રોસેસ્ડ મીટ:
બેકન, સોસેજ અને સલામી જેવા પ્રોસેસ્ડ મીટ્સમાં સોડિયમ અને ફોસ્ફરસની માત્રા વધુ હોય છે. તેનાથી ક્રોનિક કિડની રોગનું જોખમ વધે છે. નાઈટ્રેટ અને નાઈટ્રાઈટ જેવા પ્રિઝર્વેટિવ્સ પણ કિડની પર દબાણ લાવે છે.
ફાસ્ટ ફૂડ બ્રેકફાસ્ટ સેન્ડવીચ:
આ સેન્ડવીચ સુવિધાજનક તો છે, પરંતુ તેમાં વધારાનું સોડિયમ, અનહેલ્ધી ફેટ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારવાની સાથે સાથે કિડની માટે પણ નુકસાનકારક હોઈ શકે છે.
ઇન્સ્ટન્ટ નૂડલ્સ:
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં સોડિયમની ખૂબ વધુ માત્રા હોય છે. ફ્લેવર પેકેટમાં મીઠું અને MSG હોય છે, જે ડિહાઈડ્રેશન અને બ્લડ પ્રેશર વધારવા માટે જવાબદાર છે.
પૅનકૅક અને વૉફલ્સ:
મેંદા અને સિરપથી બનેલા પૅનકૅક કે વૉફલ્સમાં ખાંડ અને સિમ્પલ કાર્બ્સની માત્રા વધુ હોય છે. હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપને કારણે કિડની પર વધારાનું દબાણ આવી શકે છે.
નાસ્તાની સાચી પસંદગી તમારી કિડની અને એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વધારે પ્રોસેસ્ડ અને ખાંડવાળા ફૂડ્સથી બચો અને પ્રોટીન, ફાઈબર અને તાજા ફળો-શાકભાજીથી ભરપૂર હેલ્ધી નાસ્તો અપનાવો.