congress લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાની ચૂંટણી આજે (1 જૂન, 2024)ના થઈ રહી છે. આજે મતદાન પૂરૂં થયા બાદ લગહભગ દરેક ચૅનલ પર એક્ઝિટ પોલ રજૂ થવાના છે. એક્ઝિટ પોલ દરમિયાન થનારી ડીબેટનો દર્શકો આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. જોકે કૉંગ્રેસે એવો નિર્ણય લીધો છે જે સાંભળી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે કૉંગ્રેસના નેતા ટીવી ટૅનલ પર પ્રસારિત થનારા એક્ઝિટ પોલ સમયે થનારી ડીબેટમાં સામેલ નહીં થાય.પક્ષના સિનિયર નેતાઓએ આ નિર્ણય લીધો હોવાનિં કહેવાય છે. સૂત્રના કહેવા મુજબ વરિષ્ઠ નેતાઓએ વિચટાર-વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે સાંજે લગભગ છ વાગ્યે લગભગ તમામ ટીવી ચૅનલો પર એક્ઝિટ પોલ દર્શાવવામાં આવશે. જોકે કૉંગ્રેસ એ સમયે થતી ડીબેટનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. એક્સ પર કરેલી પોસ્ટમાં કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કૉંગ્રેસ એક્ઝિટૉ પોલની ડીબેટથી કેમ દૂરી બનાવી એ વિશે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે મતદાન બાદ જનાદેશ ઈવીએમમાં કેદ થઈ જાય છે. 4 જૂને અધિકૃત મતગણતરી બાદ પરિણામ દેશ સમક્ષ આવવાના જ છે. ત્યારે અટકળો પર આધારિત કાર્યક્રમ જે ટીઆરપી વધારવાની રમતનો ભાગ બનવા માગતા નથી